/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/29153141/maxresdefault-107-333.jpg)
ગુજરાતની મુલાકાતે આવી રહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસથી સંક્રમિત ન થાય તે માટે તંત્ર તકેદારીના તમામ પગલાં ભરી રહયું છે. વડાપ્રધાનની સુરક્ષામાં રહેલાં કમાન્ડોના પણ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સી પ્લેન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. ત્યારે તેમના આગમન પહેલાં પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના વોટર એરોડ્રામ ખાતે લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.તો કોરોનાની મહામારીને ધ્યાને લઇ અહીં દરેક સુરક્ષા જવાનોના તકેદારીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
કોરોના મહામારીની વચ્ચે પી એમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહયા છે અને સી પ્લેન પ્રોજ્કટનો પ્રારંભ કરાવશે ત્યારે પી એમની સુરક્ષા માટે સીઆરપીએફ આઇટીબીટી અને એસપીજીના વિશેષ કમાન્ડો મોરચો સંભાળવા અમદાવાદ આવી પહોંચ્યા છે પણ તકેદારીના ભાગ રૂપે સુરક્ષા વ્યવસ્થામાં રહેલ દરેક લોકોના કોરોના ટેસ્ટ સ્થળ પર કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત ફોગિંગ સહિતના તકેદારીના પગલાં ભરવામાં આવી રહયાં છે. દરેક કર્મચારીને ટેસ્ટ નેગેટીવ આવ્યાં બાદ જ ફરજ સોંપવામાં આવે છે.