અમદાવાદ: કોરોનાના ભયાનક દ્રશ્યો, અંતિમ વિધિ માટે પણ મારવા પડે છે વલખા

New Update
અમદાવાદ: કોરોનાના ભયાનક દ્રશ્યો, અંતિમ વિધિ માટે પણ મારવા પડે છે વલખા

અમદાવાદમા કોરોનાના કારણે ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્મશાન ગૃહોમાં જે રીતે મૃતદેહોની કતાર લાગે છે તેને નિહાળી હ્રદય દ્રવી ઊઠે છે. સ્વજનોને અંતિમ સંસ્કાર આપવા માટે પણ પરિવારજનોએ કલાકોની રાહ જોવી પડી રહી છે.

કોરોનાને કારણે હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે દર્દીઓની સંખ્યા વધવાથી બેડ ભરાઈ ગયાં છે. ક્યાંક ઈન્જેક્શનનો સ્ટોક નથી અને ક્યાંક ઓક્સિજન ખૂટી ગયાના વીડિયો સામે આવી રહ્યા છે. આજે અમદાવાદના થલતેજ  સ્મશાનગૃહના અતિ હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યા છે. જ્યાં એકસાથે 4 મૃતદેહો અંતિમવિધિ માટે તૈયાર છે. સ્મશાનમાં હાલમાં અંતિમવિધિ માટે વેઈટિંગ છે અને સ્વજનો પણ ત્યાં હાજર છે અહીં અંતિમવિધિ માટે આવેલ સ્વજનો કહી રહયા છે કે અહીં 3 કલાકનું વેઇટિંગ છે. એક પછી એક કોરોના પોઝિટિવ દર્દીઓની બોડી અંતિમવિધિ માટે આવી રહી છે સરકારે વ્યવસ્થા કરવાની જરૂર છે.

Latest Stories