અમદાવાદનાં સાણંદમાં વર્ષ 2020માં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે આ મામલામાં દંપત્તિ સહિત એક આરોપીની ધરપકડ કરી છે. પતિના મહિલા સાથે આડાસંબંધ હોય કાંટો કાઢવા પતિ પત્ની બન્નેએ ભેગા મળી મહિલાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે
સાણંદમાં આવેલી નર્મદા કેનાલમાં જાન્યુઆરી 2020 માં કોમલબેન નામની એક મહિલાની લાશ મળી આવી હતી જેની તપાસ કરતાં તે મહિલાની હત્યા થઇ હોવાનું સામે આવતા સાણંદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો જે કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે. આ દંપતીએ ભેગા થઈને કોમલની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે કોમલ બેન અને આરોપી હિતેન્દ્ર પટેલ વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવતા જ આખરે કાંટો કાઢવા માટે થઈને હિતેન્દ્રભાઈ અને તેમના પત્નીએ ભેગા મળી કોમલ બેનની હત્યા કરી હાથ બાંધી અને સાણંદ પાસે આવેલી નર્મદા કેનાલ માં લાશ ફેંકી દીધી હતી
હિતેન્દ્ર પટેલ અને તેમના પત્ની સુનીતા બેને ભેગા મળી તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો હિતેશભાઈ અને કોમલ બેન બંને એકબીજાના પ્રેમમાં હતા અને હિતેશભાઈ તેમની પત્નીથી અલગ કોમલ બેન જોડે રહેતા હતા પરંતુ હિતેશભાઈ ને પોતાની ભૂલ સમજાતા પત્નીની માફી માગી અને કોમલબેનને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો અને ચામાં ઘેનની ગોળી પીવડાવી ત્યાર બાદ ઝેરી સ્પ્રે છાંટયા બાદ હાથ પગ બાંધી તેઓને નર્મદા કેનાલમાં ફેંકી દેવાતા તેમનું મોત નીપજયું હતું
થોડા સમય પહેલા આજ રીતે વડોદરાના પી.આઈ અજય દેસાઈ એ પણ આજ રીતે પોતાની પત્નીનો કાંટો કાઢવા તેની હત્યા કરી હતી અને સાણંદ હિતેશ પટેલે પણ તેની પ્રેમીકનો કાંટો કાઢવા તેની પત્ની જોડે મળી તેની પરમીકની હત્યા કરી નાખી હતી અને બન્ને કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલાયો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170