દહેજ અને ઘોઘા વચ્ચે રો રો ફેરી સર્વિસ બાદ હવે અમદાવાદ અને કેવડીયા વચ્ચે શરૂ થયેલી સી પ્લેન સેવાનો પણ ધબડકો થયો હોય તેમ લાગી રહયું છે. 31મી ઓકટોબરના રોજ શરૂ થયેલી સી પ્લેન સેવા એક મહિનામાં જ બીજી વખત બંધ કરવામાં આવી છે.
તારીખ 31મી ઓક્ટોબરના રોજા પ્રધાનમંત્રી મોદીએ તેમની ગુજરાતના પ્રવાસ દરમિયાન કેવડિયા અને અમદાવાદ યાત્રા દરમિયાન સી પ્લેન સેવાનું ઉદ્ઘઘાટન કર્યું હતું, અમુક રિપોર્ટસની વાત જો સાચી માનીએ તો આ દેશની પહેલી સી પ્લેન સેવા હતી, અને અમદાવાદના સાબરમતી ખાતેથી ઉડ્ડયન કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મુસાફરી કરાવતી હતી.જો કે હવે આ સી પ્લેનને પ્રવાસીઓ આગામી 10 દિવસ માટે નહીં માણી શકે કેમ કે સી પ્લેનને વિમાનને સર્વિસિંગ માટે માલદીવ મોકલવામાં આવશે.
આ સેવાને હાજી એક મહિનો થયો છે અને એટલામાંજ બીજી વખત પ્લેન ની સુવિધા બંધ થઇ છે માત્ર એક મહિનામાં બીજીવાર સેવા બંધ રાખવામાં આવી છે સેવા શરુ થઇ તેના થોડા દિવસોમાં જ એકવાર 2 દિવસ મેઈન્ટેન્ટસ માટે બંધ રાખવામાં આવી હતી ત્યારબાદ ફરીવાર 10 દિવસ માટે બંધ રાખવામાં આવી છે આમ સેવા બંધ થવાથી હવે સહેલાણીઓને 10 દિવસ સુધી રાહ જોવી પડશે.