અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં “એક તારીખ, એક કલાક”ના સૂત્રને સાર્થક કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગાંધી જયંતિના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા હી સેવા અભિયાનના આપેલા આહવાનને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર ગુજરાતે ઝીલી લઈને “એક તારીખ, એક કલાક”ના સૂત્રને સ્વચ્છતા સફાઈ દ્વારા સાકાર કર્યું છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત શ્રમદાનમાં લક્ષ્મણગઢનો ટેકરો અને સાંઈબાબા મંદિર ચાર રસ્તા ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સાથે જ તેઓએ રાજ્યમાં આ અભિયાનમાં સૌ નાગરિકોને જોડાય સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.
અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર ગુજરાતે ઝીલી લઈને “એક તારીખ, એક કલાક”ના સૂત્રને સ્વચ્છતા સફાઈ દ્વારા સાકાર કર્યું છે
