-
ઓળખનું નવું સરનામું: ડેન્ટલ ડેટાબેઝ
-
દાંતની રેખાઓ, ઓળખની નવી દિશાઓ
-
સ્વદેશી ટેકનિક, સચોટ પરિણામ
-
અમદાવાદનું ગૌરવ, ભારતની નવી તાકાત
-
ગુના શોધવામાં ‘દાંત‘ બનશે હથિયાર
અમદાવાદની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડો. જયશંકર પી. પિલ્લઈએ ભારતનો પ્રથમ ‘ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ‘ તૈયાર કર્યો છે. પાંચ વર્ષની મહેનત અને 23 રાજ્યોના 2.23 લાખ દાંતના નમૂનાઓના અભ્યાસ પર આધારિત આ ડેટાબેઝ ગુનાખોરી અને આપત્તિ સમયે વ્યક્તિની ઓળખ કરવામાં ગેમ-ચેન્જર સાબિત થશે.
અમદાવાદની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડો. જયશંકર પી. પિલ્લઈએ ભારતનો પ્રથમ ‘ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ‘ તૈયાર કર્યો છે. ડો. જયશંકર પી. પિલ્લઈએ 37 હજાર કિમીની મુસાફરી કરીને ભારતનો આ પ્રથમ ‘ડેન્ટલ આઈડેન્ટિટી મેપ‘ વિકસાવ્યો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત આ સંશોધન દ્વારા મૃતદેહના પ્રદેશની 36 ટકા અને લિંગની 63 ટકા સચોટ ઓળખ મેળવી શકાય છે. ફોરેન્સિક તપાસમાં આ ડેટાબેઝ એક અચૂક પુરાવા તરીકે કામ કરશે.
દાંતમાં સડો થવાની પ્રક્રિયા ખુબ ધીમી હોવાથી, તે ફોરેન્સિક પુરાવા માટે શ્રેષ્ઠ સ્ત્રોત ગણાય છે. અગાઉ ડેટાના અભાવે જે તપાસ અટકી પડતી, તેમાં આ સંશોધન નવી રાહ ચીંધશે. ડો. જે. એમ. વ્યાસના મતે, આ ડેટાબેઝ ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવશે અને તપાસ એજન્સીઓ માટે સત્ય સુધી પહોંચવાનો માર્ગ સુગમ કરશે.
આ સિદ્ધિ ભારતને ફોરેન્સિક ડેટામાં આત્મનિર્ભર બનાવી રહી છે. ગુજરાત હવે અદ્યતન ફોરેન્સિક સંશોધન અને નવતર પ્રયોગોનું કેન્દ્ર બનીને દેશની ન્યાય પ્રણાલીને નવી દિશા આપી રહ્યું છે.
