અમદાવાદ: ISISનું ટેરર મોડ્યુલ સામે આવ્યું, જુઓ સ્થાનિક ગુનેગારોનો સંપર્ક કરી કયા ગુનાને અંજામ અપાવ્યો

અમદાવાદ: ISISનું ટેરર મોડ્યુલ સામે આવ્યું, જુઓ સ્થાનિક ગુનેગારોનો સંપર્ક કરી કયા ગુનાને અંજામ અપાવ્યો
New Update

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક નવા ટેરર મોડયુલનો પર્દાફાશ કરી 4 આરોપીની ધરપકડ કરી છે. આ ટેરર મોડયુલ માટે જે તે શહેરના સ્થાનિક રીઢા આરોપીઓ અને પૈસાની જેને જરૂર હોઈ તેવા લોકોને સંગઠનમાં જોડવામાં આવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે પકડેલ 4 આરોપીની પુછપરછમાં આ ચોંકવનારો ખુલાસો થયો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઉભેલા આ છે ટેરર મોડ્યુલના આરોપીઓ…એક બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુલ 4 આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદની રેવડી બઝારમાં માર્ચ મહિનામાં 5 દુકાનોમાં આગ લાગી હતી આ આગ મામલે સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરતી હતી ત્યારે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને જ્યારે તેની પુછપરછ કરવામાં આવી તો અમદાવાદ પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ આરોપીને આગ લગાડવા માટે દોઢ લાખ રૂપિયા હવાલા અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી વાયા મુંબઈ અને મુંબઈથી અમદાવાદ હવાલો આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચના કેહવા મુજબ પ્રવિણ ફેસબૂકના માધ્યમથી બાબા પઠાણના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. બાબા પઠાણે પ્રવિણને પહેલા તો હત્યા કરવા માટે ઉપસાવેલો. બાબાએ કહ્યું હતું કે, પોતાના વિસ્તારમાં તું કોઇની હત્યા કરી નાંખ. તે માટે પહેલા પ્રવિણ મધ્યપ્રદેશ ગયો અને હથિયાર લઇને ત્યાંથી પરત આવતો હતો ત્યારે પોલીસ તપાસ દરમિયાન પકડાઇ ગયો હતો. તેની પર આર્મ્સ એક્ટનો કેસ દાખલ થયો હતો તે પછી બાબએ ફરીથી પ્રવિણને કહ્યું કે, તું બીજું કામ કર, ભીડવાળી જગ્યા પર આગ અકસ્માતનું કામ કર. તે અનુસંધાને તેણે અમદાવાદના રેવડી બજારમાં આગ લગાવી હતીપ્રવિણને બાબાએ પહેલા હથિયાર ખરીદવા માટે 25 હજાર રૂપિયા પેટીએમના માધ્યમથી મોકલાવેલા. ત્યારબાદ તેને આગચંપી કરવા માટે દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા બાબાના ફેસબૂક એકાઉન્ટની તપાસ કરતા દેખાયું કે, તેના જે ફ્રેન્ડ્સ લિસ્ટમાં લોકો છે તેમના ખાતામાં પણ આવી જ ગતિવીધિઓ જોવા મળે છે.

તપાસમાં સામે આવ્યું કે, આઈએસઆઈના ઇશારે આ નવું મોડ્યુલ ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના ક્રમીનલ્સનો ઉપયોગ કરીને દેશને આર્થિક નુકસાની થાય, આતંરિક સુરક્ષા જોખમાય તેવા કૃત્યો કરવા માટે આવા લોકોની ઉશ્કેરણી કરવામાં આવી હતી. તે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં બે આરોપીઓ ભુપેન્દ્ર ઉર્ફે પ્રવિણ અને અન્ય વ્યક્તિને હાલ કોરોના છે તેની અટકાયત કરવામાં આવી છે

#Ahmedabad #ISIS #Ahmedabad Police #Connect Gujarat News #Ahmedabad Crime Branch #Ahmedabad News #Terror Module
Here are a few more articles:
Read the Next Article