અમદાવાદ : લોકડાઉન જીયો કંપનીને ફળ્યું, ગુજરાતમાં 68 હજાર નવા યુઝર્સ મળ્યાં

New Update
અમદાવાદ : લોકડાઉન જીયો કંપનીને ફળ્યું, ગુજરાતમાં 68 હજાર નવા યુઝર્સ મળ્યાં

લોકડાઉનના કારણે ગુજરાતમાં ટેલિકોમ કંપનીઓએ 11 લાખ જેટલા વપરાશકર્તા ભલે ગુમાવ્યાં હોય પણ જીયોને લોકડાઉન ફળ્યું છે. એપ્રિલના એક જ  મહિનામાં જીયોના વપરાશકર્તાઓની સંખ્યામાં 68 હજારનો વધારો થયો છે. 

કોરોના વાયરસના કારણે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી દેશભરમાં સંપુર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકો પોતાના ઘરોની બહાર નીકળી શકે તેમ ન હોવાથી મોબાઇલ ફોનનો વપરાશ વધ્યો હતો. બીજી તરફ શિક્ષણ, મિટીંગ સહિતની તમામ કાર્યવાહીઓ ઓનલાઇન બની ચુકી છે. આ લોકડાઉન દરમિયાન હાઈસ્પીડ કનેક્ટિવિટી માટે જાણીતા જિયોની માગ આ સમયગાળા દરમિયાન અભૂતપૂર્વ રીતે વધી ગઈ, તેમાં જિયોફાઇનો પણ સમાવેશ થાય છે.ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વારા જારી કરાયેલા મોબાઇલ સબસ્ક્રીપ્શન ડેટા મુજબ ગુજરાતમાં એપ્રિલ 2020માં જિયોએ 68,000 નવા યુઝર્સ મેળવ્યા છે. આ સાથે ગુજરાત સર્કલમાં જિયોના યુઝર્સ વધીને 2.38 કરોડ થયાં છે.જ્યારે એપ્રિલ 2020માં ગુજરાતમાં ચાર ઓપરેટરોએ 11 લાખ યુઝર્સ ગુમાવ્યા હોવાનું પણ નોંધાયું છે.

સાત કરોડથી વધુની વસ્તી ધરાવતા ગુજરાતમાં માર્ચ 2020માં કુલ 6.79 કરોડ મોબાઇલ ધારકો હતા, જે એપ્રિલ 2020 સુધીમાં 6.68 કરોડ થયાનું પણ નોંધવામાં આવ્યું છે.

 જિયોને બાદ કરતાં તમામ ઓપરેટરોએ લોકડાઉન દરમિયાન ગ્રાહકો ગુમાવ્યા છે. સૌથી વધુ 6.81 લાખ યુઝર્સ એપ્રિલ મહિના દરમિયાન એરટેલે ગુમાવ્યા હતા. આ ઘટાડા સાથે ગુજરાતમાં એરટેલના કુલ 1.03 કરોડ યુઝર્સ છે.વોડાફોન આઇડિયા લિમિટેડ (VIL) છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં માર્કેટ લીડર છે, તેના યુઝર્સમાં પણ એપ્રિલ મહિના  દરમિયાન મોટો ઘટાડો નોંધાયો છે. 4.96 લાખ યુઝર્સના ઘટાડા સાથે હવે રાજ્યમાં તેના કુલ યુઝર્સ 2.65 કરોડ યુઝર્સ છે. છેલ્લા બે વર્ષથી મોબાઇલ ધારકોની સંખ્યામાં વધારો નોંધાવનાર સરકારી ટેલિકોમ કંપની BSNLના યુઝર્સમાં પણ એપ્રિલ 2020 દરમિયાન ઘટાડો નોંધાયો છે. BSNLના ગુજરાતના યુઝર્સમાં 7000નો નજીવો ઘટાડો થતાં તેના કુલ યુઝર્સ હવે 61 લાખ હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે.સમગ્ર દેશની વાત કરીએ તો એરટેલ અને વોડાફોનના ગ્રાહકોમાં અનુક્રમે 52.69 લાખ અને 45.16 લાખ યુઝર્સનો ઘટાડો નોંધાયો છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન એટલે કે એપ્રિલ 2020 મહિનામાં જિયોના 15.75 લાખ યુઝર્સ વધ્યા હોવાનું ટ્રાઇના સબસ્ક્રિપ્શન રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.એપ્રિલ 2020માં જિયોના કુલ યુઝર્સ 38.90 કરોડ થયા છે. 

Latest Stories