/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/31161022/maxresdefault-164.jpg)
જયાં જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.. આ ઉકિતને માણાવદર તાલુકાના કોઠડી ગામના મેર પરિવારે સાર્થક કરી છે. વર્ષોથી ઇઝરાયેલમાં સ્થાયી થયેલા આ પરિવારની બે દિકરીઓ ઇઝરાયેલની સેનામાં ફરજ બજાવી રહી છે.
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે અત્યારે વિવાદ ચાલે છે ત્યારે ઇઝરાયલની સેનામાં ગુજરાતી યુવતીઓ પણ ફરજ બજાવતી હોવાની વિગતો બહાર આવી છે. જૂનાગઢના માણાવદર તાલુકના નાનકડા કોઠડી ગામના મૂળ રહેવાસી એવો મેર પરિવાર વર્ષોથી ઇઝરાયેલમાં વસવાટ કરે છે. તેઓ ત્યાં કરિયાણાનો વેપાર કરી રહયાં છે. ઇઝરાયેલના દરેક પરિવારનો એક સભ્ય સેનામાં ભરતી થવો જોઇએ તેવો ત્યાંની સરકારનો નિયમ છે.
કોઠડી ગામના વાતની જીવાભાઈ મેર અને તેમના ભાઈ સવદાસભાઇ વર્ષો પહેલા નોકરી અને કામકાજ માટે ઇઝરાયલ ગયા હતાં. હાલ તેઓ તેલ અવીવ શહેરમાં રહી રહયાં છે. બંને ભાઈની પુત્રીઓ નિશા અને રિયા હાલ ઇઝરાયલની આર્મીમાં ફરજ બજાવે છે. નિશા ઇઝરાયેલ આર્મી ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન @ સાઇબર સિક્યુરીટીમાં જ્યારે રિયા ઇઝરાયેલ આર્મીમાં કમાન્ડો તરીકે ફરજ બજાવી રહી છે. બને બહેનો નો ઉછેર પણ ઇઝરાયેલમાં થયો છે અને તેઓ નાનપણથી આર્મીમાં જોડાવા માંગતી હતી.
અત્રે ઉલ્લખેનીય છે કે, યહુદીઓની બહુલ વસતી ધરાવતો ઇઝરાયેલ દેશ ઇસ્લામિક દેશોની વચ્ચે ઘેરાયેલો છે અને ઇઝરાયલની આર્મી અને જાસુસી સંસ્થાને વિશ્વની સૌથી શકિતશાળી સંસ્થા ગણાવમાં આવે છે.