હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા અનલૉક-4ની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા અનલૉક-4ની ગાઇડલાઇન પ્રમાણે સરકારી બસો બાદ હવે મેટ્રો સેવ પણ શરૂ કરવામાં આવી છે. આજથી દેશભરમાં અને અમદાવાદમાં પણ મેટ્રો સેવા પુન: શરૂ કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં 169 દિવસ બાદ ફરી મેટ્રો સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અમદાવાદમાં પણ મેટ્રો રુટ ચાલુ કરવામાં આવ્યા છે. ગઇકાલે ટ્રેનનું સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સવારે 11થી 12.10 કલાકે ચાલશે મેટ્રો અને સાંજે 4.25થી 5.10કલાક સુધી ટ્રેન ચાલશે.
કોવિડના નિયમોનું પાલન કરવામાં આવશે. સરકારની ગાઈડલાઇનને અનુસરી લોકો મેટ્રો સેવાનો લાભ લઇ શકશે. જેમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરોએ એક સીટનું અંતર રાખી બેસવું પડશે. જ્યારે માસ્ક વિના મેટ્રોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મેટ્રો સ્ટેશનમાં જતા પહેલા થર્મલ સ્ક્રિનીંગ ફરજિયાત કરવાનું રહેશે. મુસાફરો માટે ટોકનનો ઉપયોગ નહી થાય, માત્ર મેટ્રો કાર્ડ ચાલશે. એક સમયે મેટ્રોમાં 90 લોકો જ બેસી શકશે.
પહેલા ચરણ હેઠળ સૌથી પહેલા યેલો લાઇન પર સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ રૂટના માધ્યમથી પ્રવાસીઓ સમયપુર બાદલી-હુડ્ડાથી ગુરુગ્રામના હુડા સિટી સેન્ટર સુધી જઈ શકશે. DMRCએ જણાવ્યું કે, COVID-19ના સંક્રમણને રોકવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવ્યા છે.