31 ડીસેમ્બરના રોજ નવા વર્ષની પાર્ટીઓ અને રસ્તાઓ પર ટહેલતા લોકો માટે અમદાવાદ પોલીસે કમર કસી છે અને જો કોઈ પણ વ્યકતિ કર્ફ્યુ ભંગ કે નિયમોને તોડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના એડિશનલ પોલીસ કમિશ્નર પ્રેમવીરસિંહે કહ્યું હતું કે સરકારની ગાઇડલાઇન મુજબ અમે એક આખો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
શહેરમાં અલગ અલગ 50 જેટલા નાકાબંધી પોઇન્ટ બનાવ્યાં છે. જ્યા પોલીસ જવાનો એસઆરપી અને હોમગાર્ડ તૈનાત કરવામાં આવશે. શહેરમાં કુલ 13 હજાર પોલીસ જવાનો તૈનાત થશે તો સાથે 12 ડીસીપી કક્ષાના અધિકારીઓ પેટ્રોલિંગ કરશે તો સાથે ડ્રિન્ક કરી બહાર રોફ જમાવતા લોકો માટે ખાસ વિશેષ ટીમો તૈયાર કરવામાં આવી છે. આ ટીમ પાસે બ્રેથ એનેલાઇઝર સાથે હશે.કોરોનાનાં ગાઈડ લાઈન મુજબ એક વ્યક્તિને ચેક કર્યા બાદ તેની નોઝલ બદલી નાખવામાં આવશે જ્યારે બીજા વ્યકતિને ચેક કરવામાં આવશે આમ 31 ડિસેમ્બરે રાત્રે અમદાવાદ પોલીસ છાવણીમાં ફેરવાઈ જશે અને મોડી રાત સુધી રસ્તાઓ સોસાયટી અને જાહેર સ્થળો પર પોલીસ જવાનો દેખાશે
