અમદાવાદ : જવેલર્સની દુકાનમાં લુંટ કરવા આવેલી યુવતીને લોકોએ આપી તાલિબાની સજા

અમદાવાદ : જવેલર્સની દુકાનમાં લુંટ કરવા આવેલી યુવતીને લોકોએ આપી તાલિબાની સજા
New Update

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ પણ તાલિબાનીઓ જેવા ક્રુર બની ગયાં હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જવેલર્સની દુકાનમાં લુંટ કરવા આવેલી યુવતીને પોલીસને સોંપવાને બદલે સ્થાનિકોએ તેને થાંભલા સાથે બાંધી માર માર્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયાં બાદ પોલીસ દોડતી થઇ છે.





અમદાવાદના નરોડા વિસ્તારનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવતીને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવી રહયો છે. મળતી માહિતી પ્રમાણે આ વીડિયો નરોડા વિસ્તારમાં આવેલ નવકાર જ્વેલર્સની બહારનો છે. વીડિયોમાં લોકો યુવતીને માર મારતા નજરે પડી રહ્યા છે. નવકાર જ્વેલર્સમાં એક યુવતી સોનુ લેવાના બહાને આવે છે. તે પહેલા તો સોનું ખરીદવાનું હોય તે રીતે પૂછપરછ કરે છે. પરંતુ અચાનક તે બીજા હાથમાં રહેલ સ્પ્રે કાઢે છે અને જે વ્યક્તિ સોનુ બતાવી રહ્યા હતા તેની આંખમાં સ્પ્રે નાખીને લૂંટ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે સફળ થઈ શકતી નથી. આ પછી લોકો તેને પકડીને બહાર એક થાંભલા સાથે બાંધી દે છે અને લાફો મારો છે.આ બનાવનો વીડિયો વાયરલ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલે યુવતી સામે લૂંટની કોશિશ અને યુવતીને જે માર મારવા માં આવ્યો છે તેને લઈ યુવતીની પણ ફરિયાદ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. સામસામી ફરિયાદના આધારે ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય તપાસ કરવામાં આવશે.

#viral video #Naroda Chori CCTV #Amdavad #Gujarati News #Amdavad Naroda
Here are a few more articles:
Read the Next Article