/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/03114744/1.jpg)
અમદાવાદમાં વકરી રહેલાં કોરોનાના વાવરમાં પોલીસ કર્મચારીઓ પણ બાકાત રહયાં નથી. એક જ દિવસમાં 22 પોલીસ જવાનોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં ડીજીપીએ તમામ પોલીસ સ્ટાફને વેકસીન લેવા માટે આદેશ કર્યો છે.
અમદાવાદમાં નાગરિકોની સાથે સાથે પોલીસ સ્ટાફમાં પણ કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે ગઈકાલે કોરોના વાયરસના કેસ વધતાં હવે ડીજીપીએ બધા જ પોલીસકર્મીઓને તકેદારી રાખવા માટે સુચના આપી છે. આ સિવાય તમામ પોલીસ સ્ટાફને કોરોના વાયરસની રસીના બે ડોઝ લઈ લેવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ જવાનો ગાઈડ લાઇનનું પાલન કરે તેની તકેદારી રાખે તે જોવાની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે તેઓ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને આયુર્વેદિક-હોમિયોપેથી દવા લેવા તાકીદ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી સમયે સામાજિક અંતરનું ધ્યાન રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે.