અમદાવાદ: રાજયમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ, આગામી 3 દિવસ વરસાદની આગાહી

અમદાવાદ: રાજયમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ, આગામી 3 દિવસ વરસાદની આગાહી
New Update

રાજયમાં પ્રિ મોન્સસુન એકટીવીટી શરૂ થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. એવામાં હવે વધુ આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર તથા મધ્ય તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, આણંદ, ડાંગ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર, જુનાગઢ તથા પોરબંદર જિલ્લાઓમાં રવિવારથી મંગળવાર સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. એવામાં અમદાવાદ શહેરનું તાપમાન આગામી 3 દિવસો સુધી નીચે ગગડીને 38 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે.નોંધનીય છે કે, ગઈકાલે જ રાજ્યના 23 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ કેરળમાં ચોમાસાનું આગમાન થઈ ચૂક્યું છે અને ઝડપથી તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

#Connect Gujarat #rainfall forecast #Pre-monsoon #Amdavad #Weatherforecast #PreMonsoon Activity
Here are a few more articles:
Read the Next Article