અમદાવાદ : રામોલ પોલીસ સ્ટેશન કે હોસ્પિટલ ? તમે પણ જુઓ કેમ આવો આવ્યો વિચાર

New Update
અમદાવાદ : રામોલ પોલીસ સ્ટેશન કે હોસ્પિટલ ? તમે પણ જુઓ કેમ આવો આવ્યો વિચાર

કોરોનાની લડતમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ ગણાતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થાય તો તેમને તાત્કાલિક અસરથી સારવાર મળી રહે તે માટે રામોલ પોલીસ સ્ટેશનમાં જ આઇસોલેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બની ગયાં હતાં. આવા સંજોગોમાં રામોલ પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાં પાંચ નોર્મલ બેડ અને 2 ઓક્સિજન બેડ બનાવવામાં આવ્યા છે. પોલીસકર્મીને કોરોનાની અસર થાય અને ઘરે આઇસોલેશનમાં ન રહી શકે તેમ હોય તો તેમને અહીં રાખવામાં આવશે. અને જો તેમના પરિવારમાં જો કોઈ સભ્યને આઇસોલેશન કરવાની જરૂર હોય અને બેડ ખાલી હોય તો તેમને પણ આઇસોલેશન કરવામાં આવે છે. તો બીજી તરફ દિવસમાં ત્રણવાર ડોક્ટર વિઝીટ કરે છે અને જો કોઈને જો જરૂર પડે તો કોઈ સિનિયર ડોક્ટર સાથે ઓનલાઇન વિડીયો કોલથી વાત કરાવી સારવાર આપવામાં આવે છે. જે પોલીસકર્મીઓ આઇસોલેશનમાં રહેશે તેમને નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવે છે.

Latest Stories