ગુજરાત સરકાર દ્વારા યોજાનારા ખેલમહાકુંભ 2022 માટે રજીસ્ટ્રેશનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ સ્થિત શ્રી શકિત ગ્રીન્સ એન્ડ ક્ધવેશન સેન્ટરથી શુભારંભ કરાવ્યો હતો ખેલ મહાકુંભમાં 30 કરોડના ઈનામોથી વિજેતા ખેલાડીઓને નવાજવામાં આવશે. અલગ અલગ 29 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ખેલ મહાકુંભ-2022 નો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવી ના મુખ્ય અતિથિ પદે શક્તિ ગ્રીન્સ એન્ડ ક્ધવેશન સેન્ટર, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ ખાતે યોજવામા આવ્યો હતો આ કાર્યક્રમ રમશે ગુજરાત-જીતશે ગુજરાત અંતર્ગત રમત – ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સચિવ આર.ડી.ભટ્ટ, રમત-મગત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સચિવ અશ્વિનીકુમાર નો નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે. ગુજરાતનું નામ રોશન કરનાર જાણીતા ખેલાડી ભાવિના પટેલ, અંકિતા રૈના, પારુલ પરમાર, સોનલ પટેલ, મીના પટેલ, ઈલાવેનીલ, હરમીત દેસાઈ, તસનીમ મીર, સરિતા ગાયકવાડ, માનવ ઠક્કર, ઝીલ દેસાઇ, દેવ જાવીયા, મુરલી ગાવિત, અજીત કુમાર યાદવ, અનુષ્કા પરીખ વગેરેની સ્પોર્ટ્સ કેરિયરમાં ખેલ મહાકુંભનું મહત્વનું યોગદાન રહયું છે.