• અમદાવાદમાં કરવામાં આવ્યું આયોજન

  • ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન

  • ટ્રાવેલ રાઇટર હિરલ પંડ્યા દ્વારા આયોજન કરાયું

  • કલા ક્ષેત્રમાં પ્રદર્શનને મળી સરાહના

  • મોટી સંખ્યામાં કલાપ્રેમીઓએ લીધો લાભ

અમદાવાદમાં જાણીતા ટ્રાવેલ રાઈટર અને ફોટોગ્રાફર ડૉ. હિરલ પંડયા દ્વારા ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કલા જગતમાં સરાહના પ્રાપ્ત થઈ હતી
અમદાવાદના કલા જગતમાં  એક વિશિષ્ટ ફોટોગ્રાફી પ્રદર્શનની ભારે ચર્ચા જોવા મળી રહી હતી. પ્રખ્યાત ટ્રાવેલ રાઈટર અને ફોટોગ્રાફર ડૉ. હિરલ પંડયા દ્વારા આયોજિત આ પ્રદર્શનનું શીર્ષક ‘ચિયારોસ્કયુરો’ રાખવામાં આવ્યું છે. આ શબ્દનો અર્થ જ પ્રકાશ અને અંધકાર વચ્ચેનો વિરોધાભાસ અને તેમનું મિલન થાય છે. આ પ્રદર્શનમાં મુલાકાતીઓને ફોટોગ્રાફીના માધ્યમથી એક આવી દુનિયામાં લઈ જવામાં આવે છે. જ્યાં માત્ર દ્રશ્યો જ નહીં, પણ ઊંડી લાગણીઓ પણ છુપાયેલી છે.ડૉ હિરલ પંડયાએ તેમના વિવિધ પ્રવાસો દરમિયાન અનેક ક્ષણોને કેમેરા કેદ કરી છે. આ પ્રદર્શનની વિશેષતાએ છે કે તેમાં માત્ર કુદરતી સૌદર્ય જ નથી, પરંતુ પ્રકાશ અને પડછાયાના ખેલ દ્વારા માનવીય સંવેદનાઓને પણ વાચા આપવામાં આવી છે. પ્રત્યેક તસવીર પોતે એક સ્વતંત્ર વાર્તા કહેતી હોય તેવો અનુભવ કલાપ્રેમીઓને થઈ રહ્યો છે. કલાના ચાહકો માટે કોઈ સામાન્ય પ્રદર્શન નથી , પરંતુ એક આખું વિઝ્યુઅલ લર્નિંગ છે.અમદાવાદની શાન ગણાતી ‘ અમદાવાદની ગુફા’ ખાતે આ પ્રદર્શન યોજાયું હતું જેમાં અનેક કલાપ્રેમીઓ સાક્ષી બન્યા હતા. કલાકારો, વિદ્યાર્થીઓ અને ફોટોગ્રાફીના શોખીનો આ સંગમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હિરલ પંડ્યા ગુજરાતના રિટાયર્ડ એ.એસ.પી કૌશિક પંડ્યાના દીકરી છે અને તેઓ વ્યવસાયે ડોકટર છે અને સાથે કલા તેમજ ટ્રાવેલ રાઇટર અને ફોટોગ્રાફી ક્ષેત્રે ઉંડો રસ ધરાવે છે.
આ કલા પ્રદર્શનમા ઘણા અલગ પ્રકારના કલાકારોએ પોતાની વિવિધ પ્રકારની કલાકૃતિઓ જાહેર કરી હતી. જેમ કે દીક્ષિતા પરિઆકરનું વેસ્ટ કપડાં પર એમ્બ્રોઇડરી આર્ટ, કાજલ પંચાલનું અન્નપૂર્ણા માતા પર આધારિત ઈન્ક પેન આર્ટ, તારક પટેલનું શ્રીનાથજી પર ડિજિટલ પ્રિન્ટ કલા, અને નમ્રતા પુરોહિતના સ્ટ્રિંગ આર્ટ વર્ક. આ તમામ કલાકૃતિઓએ અમદાવાદની ગુફાની આર્ટ ગેલેરીને ખૂબ જ રસપ્રદ બનાવી દીધી હતી.