/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/13143840/maxresdefault-61.jpg)
અમદાવાદમા કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે આગળ વહી રહ્યું છે, ત્યારે કોરોના ટેસ્ટિંગ ડોમમાં ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત બેકાબુ બની રહ્યું છે ત્યારે ખાસ કરીને અમદાવાદની હાલત સૌથી વધારે ખરાબ છે અમદાવાદના અનેક વિસ્તારોમાં કોરોના કેસમાં ભયજનક ઉછાળો જોવા મળી રહ્યો છે તો સ્થાનીય તંત્ર દ્વારા જે ડોમ લગાવવામાં આવ્યા છે ત્યાં પણ ટેસ્ટ કરાવવા ભારે ભીડ ઉમટી રહી છે લાંબી કતારોમાં ઉભા રહી લોકો ટેસ્ટ કરાવવા પોહચી રહયા છે. ડોમમાં સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી શહેરીજનોના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહયા છે આ ડોમમાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરવા પોહચી રહયા છે એએમસી દ્વારા પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 95 ટેસ્ટિંગ ડોમ કાર્યરત કરવામાં આવ્યા છે અને છેલ્લા 1 મહિનાથી આ ડોમ કાર્યરત છે. 1 મહિનો થવા છતાં અહીં ટેસ્ટ કરાવનારની સંખ્યા ઘટતી નથી અને પ્રતિદિવસ આ સંખ્યા વધી રહી છે જે એએમસી અને સ્થાનીય તંત્ર માટે ચિંતા નું કારણ બની રહી છે માત્ર સિનિયર સીટીઝન નહિ પણ યુવાઓ પણ ટેસ્ટ કરાવવા પોહચી રહયા છે શહેરમાં એક ડોમમાં પ્રતિ દિવસ 150 થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહયા છે આમ શહેરમાં ટેસ્ટિંગ ડોમમાં સતત પોઝિટિવ આંકડા વધી રહયા છે