અમદાવાદ: કોરોનાના કારણે ફરી એકવાર બન્યું ટેન્ટ સિટી!,જુઓ શું છે મામલો

New Update
અમદાવાદ: કોરોનાના કારણે ફરી એકવાર બન્યું ટેન્ટ સિટી!,જુઓ શું છે મામલો

અમદાવાદમાં કોરોનાએ ફરી ઊથલો માર્યો છે અને પોઝેટિવ કેસની સંખ્યા ઉત્તરોઉત્તર વધી રહી છે ત્યારે ફરીએકવાર વિવિધ વિસ્તારોમાં તંત્રએ કોરોના ટેસ્ટિંગ માટેના ટેન્ટ ઊભા કર્યા છે અને ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે.

ગુજરાત અને અમદાવવાદમાં જે પ્રમાણે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેને જોતા સ્થાનિક તંત્ર દ્વારા ફરીથી વિના મુલ્યે કોરોના ટેસ્ટના ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જ્યા લોકોની લાંબી લાઈનો લાગી છે અને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. લોકોમાં ફરીએકવાર ફફડાટ વ્યાપી ગયો છે. કે ગયા વર્ષે આ જ સમયમાં જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા હતા તેનાથી પણ વધારે ઝડપે આ વખતે ફરી વખત કેસ વધી રહ્યા છે અને એટલા માટે જ લોકો હવે ટેસ્ટ કરવાવા માટે બહાર આવે છે. આમ અમદાવાદમાં ફરીવાર કોરોના ટેસ્ટ માટે લોકો બહાર આવી રહયા છે. અમદાવાદમાં ઠેર ઠેર દરેક વિસ્તારમાં આ પ્રકારે ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમ પણ ત્યાં રાખવામાં આવી છે જેઓ લોકોના ટેસ્ટ કરી રહ્યા છે.

Latest Stories