/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/07191145/maxresdefault-74.jpg)
કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર સજ્જ બની ગઈ છે. આજરોજ ડે.સી.એમ.અને રાજ્યના આરોગ્ય પ્રધાન નિતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી સરકારની તૈયારીઓ અંગે માહિતી આપી હતી
ગુજરાતમાંથી કોરોનાની બીજી લહેરના વળતા પાણી થઈ રહ્યા છે ત્યારે ત્રીજી ભયાનક લહેરની આશંકાઓ સેવાઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કોરોનાની ત્રીજી વેવની શક્યતાઓ સેવી છે. આ શક્યતાને પગલે સરકાર સતત આયોજન કરી રહી હોવાની નીતિન પટેલે જણાવ્યું હતું.તેમણે ત્રીજી લહેર સામે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સજ્જ હોવાનો દાવો કર્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આ ત્રીજા વેવમાં નાના બાળકોને સંક્રમણ થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. ત્રીજા વેવની આગાહી જો સાચી પડે તો હોસ્પિટલની તૈયારી માટે રાજ્ય સરકાર તૈયાર છે . સરકારમાં કોર ગ્રુપમાં આ બાબતે સઘન ચર્ચા કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલ અને મેડિકલ એસોસિએશનના સહયોગથી વિવિધ આયોજન થઈ રહ્યા છે. ગુજરાતમાં ત્રીજો વેવ આવે અને વધુ ઓક્સિજનની જરૂર પડે તે માટે કેન્દ્ર સરકારના સહયોગથી આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વધુમાં વધુ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સચિવોની સમિતિ બનાવવામાં આવી છે. જે ઓક્સિજનનો સપ્લાય વધે તે અંગે ધ્યાન રાખશે. હાલ ગુજરાતમાં 900 મેટ્રીક ટન ઓક્સીજનનો જથ્થો ઉપલબ્ધ છે.