અમદાવાદ : દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ કરવા સરકારનો નિર્ણય, પણ જુઓ કોણ કરી રહયું છે વિરોધ

New Update
અમદાવાદ : દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ કરવા સરકારનો નિર્ણય, પણ જુઓ કોણ કરી રહયું છે વિરોધ

રાજય સરકારે દિવાળી બાદ શાળાઓ ચાલુ કરવાની જાહેરાત કરી છે પણ અમદાવાદ મેડીકલ એસોસીએશને હાલના તબકકે શાળાઓ શરૂ કરવી હિતાવહ નહિ રહે તેવી ચેતવણી આપી છેે……..

રાજ્ય સરકારે સ્કુલ શરૂ કરવાની જાહેરાત કરી છે તેવામાં વાલીઓ ના કહી રહ્યા છે... અને હવે અમદાવાદ મેડિકલ એસોસિયેશન પણ મેદાને આવ્યું છે.. એ.એમ.એ ના પ્રમુખ ડૉ.કિરીટ ગઢવી એ નિવેદન આપ્યું છે કે હાલ બાળકોએ સ્કૂલે જવું ન જોઈએ..જો ગાઇડલાઈન પ્રમાણે વર્તે તો વાંધો નથી.જો વાલી ને સુરક્ષિત લાગે તો બાળક ને શાળા એ મોકલી શકે છે.બાળકો જશે તો બાળક શોશ્યલ ડિસ્ટન્સ નહિ રાખી શકે , બાળક  ઘરે જઈ માતા ને ભેટશે એટલે કોરોના વધી શકે છે.બાળકો ને ખરેખરે સ્કૂલ ના જવું જોઈએ ,

અમદાવાદ મેડિકલ એસોસીએશન વધુમાં જણાવ્યું છે કે, એક વર્ષમાં  બાળક નું કશું ના બગડે..બાળકો સોસિયલ ડિસ્ટનશીંગ રાખી શકશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે..કોઈપણ સ્થળોમાં માસ્ક સોશિયલ ડિસ્ટન રાખવું જરૂરી છે....સ્કૂલમાં આ બાળકો ધ્યાન નહીં રાખે અને માતા ને મળશે , માતા આના લીધે સૂપર સ્પ્રેડર બની જશે...બાળકો એક વર્ષ નહીં ભણે  તો આઈએએસ કે આપીએસ નહીં બની જાય...વાત ખાલી બાળકની સુરક્ષાની છે સુરક્ષિત હોય તો મોકલી શકાય...સરકારે બાળકોને સ્કૂલે મોકલતા પહેલા યોગ્ય સુવિધાની તપાસ કરવી જોઈએ

Latest Stories