/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/11171642/maxresdefault-132.jpg)
રાજ્યમાં કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે અને મહામારી સતત વધી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાનું સંક્રમણ વધતા આજથી 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તત્કાલ કેસની સુનાવણી ઓનલાઇન થઇ શકે છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યની હાઇકોર્ટમાં કોરોનાનું સંક્રમણ વધતા આજથી 3 દિવસ કોર્ટને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા કોર્ટમાં કોરોનાનું સંક્રમણ વધતા આજથી ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટને આ દરમિયાન સેનેટાઇઝ કરવામાં આવશે. જો કોઈ તત્કાલ કેસ હશે તો તેની સુનાવણી ઓનલાઈન કરવામાં આવશે. આ પહેલાં પણ કોરોનાને લઈને હાઇકોર્ટ બે વખત બંધ કરવામાં આવી હતી.
હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોનાથી થયું હતું નિધન
ઉલ્લેખનીય છે કે હાલ થોડા દિવસ અગાઉ જ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી. આર. ઉધાણીનું કોરોનાથી નિધન થયું હતું. જસ્ટિસ જી.આર. ઉધવાણીએ પોતાના કેરિયરની શરૂઆત સિટી સિવિલ જજ તરીકે કરી હતી અને ત્યાર બાદ હાઇકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું.