અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં ગત રોજ 9માં માળેથી ફેકીને બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. બનાવના પગલે ચાંદખેડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. જ્યાં નવજાત બાળકની લાશ છૂંદાઈ ગયેલ હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળી આવી હતી. આથી લાશને પીએમ અર્થે મોકલી હતી. બીજી બાજુ પોલીસ દ્વારા તપાસ કરતાં એપાર્ટમેન્ટમાં 9માં માળે રહેતી એક યુવતી પર શંકા ગઈ હતી.

” max-width=”100%” class=”video-element note-video-clip” height=”360″>

જેથી FSLની ટીમે ઘરમાં તપસ કરતાં બાથરૂમમાંથી બ્લડના ધાબા મળી આવ્યા હતા. આથી પોલીસે મકાનમાં રહેતી યુવતીની પૂછપરછ કરતાં તેને કબૂલ્યું હતું કે નવજાત બાળક તેનું છે. પ્રેમ સબંધમાં બાળક રહી ગયું હોવાની કબૂલાત કરી હતી. આથી ચાંદખેડા પોલીસની ટીમે તેની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.