/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/15170609/maxresdefault-188.jpg)
અમદાવાદના જૂના ગીતામંદિર વિસ્તાર નજીક ખોદકામ દરમ્યાન અંદાજીત 15 ફૂટ ઊંડી અને 7 ફૂટ પહોળી ટનલ મળી આવી હતી. જોકે આ ટનલ પ્રાચીન સમયની પૌરાણિક ટનલ હોય શકે કે કેમ તે બાબતે પુરાતત્વ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના જૂના ગીતામંદિર વિસ્તાર નજીક અનેક જુનવાણી પોળો સાહિત હેરિટેજ મકાનો છે. જોકે અહીનો વિસ્તાર પહેલાથી જ ઘણા ઐતિહાસિક બાંધકામો પણ ધરાવે છે, ત્યારે જૂના બસ સ્ટેન્ડની ફરતે એક દીવાલ છે. જ્યાં કોઈ કામ અર્થે ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન અંદાજીત 15 ફૂટ ઊંડી અને 7 ફૂટ પહોળી ટનલ મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જોકે પુરાતત્વ વિભાગના અધિકારીઓ દ્વારા આ ટનલ પ્રાચીન સમયની પૌરાણિક ટનલ હોય શકે કે કેમ તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ટનલની અંદર કેટલી જગ્યા છે, અને તે ક્યાં મળે છે તે કહેવું હાલ અશક્ય છે. પરંતુ આ ટનલ પૌરાણિક હોય શકે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે.