અમદાવાદ: પશ્ચિમ વિસ્તારમાં કોરોના બેકાબૂ; ટેસ્ટિંગ ડોમમાં લોકોની લાંબી કતાર

New Update
અમદાવાદ: પશ્ચિમ વિસ્તારમાં કોરોના બેકાબૂ; ટેસ્ટિંગ ડોમમાં લોકોની લાંબી કતાર

કોરોના મહામારીને એક વર્ષ પૂરું થતાં જ ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે છેલ્લા 1 સપ્તાહમાં અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને લોકો મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરાવવા લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે.



ગત માર્ચ 2020માં શરૂ થયેલી મહામારીમાં અમદાવાદ શહેરના પૂર્વના કોટ વિસ્તારમાં કેસો વધ્યા હતા. જો કે કોરોનાની બીજી લહેરમાં પશ્ચિમ વિસ્તારમાં કોરોના વધુ ફેલાયો છે. પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને ગોતા, ચાંદલોડિયા, બોપલ, બોડકદેવ અને વસ્ત્રાપુર જેવા વિસ્તારમાં કોરોના વધુ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં 600થી વધુ કેસો છે, જેમાં બોપલમાં અને ગોતા વિસ્તારમાં આશરે 150 જેટલા કેસો છેલ્લા ચાર દિવસમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તેને જોતા એએમસી દ્વારા અલગ અલગ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે અને ટેસ્ટિંગ ડોમમાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવા પહોચી રહ્યા છે.

વસ્ત્રાપુર બોડકદેવ સહિતના વિસ્તારોમાં સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહયા છે અહીં કોરોના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે અને અનેક વિસ્તારોની સોસાયટીઓ માઈક્રો કંટેનમેન્ટમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ અર્બન હેલ્થ સેન્ટર પર પણ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Latest Stories