/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/24140817/maxresdefault-335.jpg)
રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે એક બાદ એક પ્રતિબંધો લાગૂ કરવામાં આવી રહ્યા છે. તો આ તરફ વિધાનસભા ગૃહમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને ચાલુ વિધાનસભા સત્રમાં 10 ધારાસભ્યો કોરોના પોઝિટિવ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજ્યમાં કોરોનાનો હાહાકાર છે હવે રાજ્યના રાજનેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહયા છે. રાજ્યના એક બાદ એક ૧૦ ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થયાં છે. આ ઉપરાંત વિધાનસભામાં કામ કરતા 10થી વધુ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. છેલ્લા 2 દિવસમાં વાત કરવામાં આવે તો 3 ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે તો સાથે સીએમ કાર્યાલયમાંમાં નાયબ સચિવ કક્ષાના અધિકારીઓ પોઝિટિવ આવ્યા છે. આમ કોરોનાનું સંક્રમણ હવે ગુજરાત વિધાનસભામાં વધી રહ્યું છે.ચાલુ સત્રમાં પોઝિટિવ ધારાસભ્યોના નામ પર નજર કરીયે તો.
- ઈશ્વરસિંહ પટેલ-મંત્રી, ધારાસભ્ય અંકલેશ્વર
- બાબુ જમના પટેલ – ધારાસભ્ય, દસક્રોઇ
- વિજય પટેલ – ધારાસભ્ય, ડાંગ
- પૂંજા વંશ – ધારાસભ્ય, ઉના
- નૌશાદ સોલંકી – ધારાસભ્ય, દસાડા
- શૈલેષ મહેતા – ધારાસભ્ય, ડભોઇ
- ઇશ્વર પરમાર – ધારાસભ્ય, બારડોલી
- મોહન ઢોડિયા - ધારાસભ્ય, સુરત
- ભીખા બારૈયા,ધારાસભ્ય, પાલીતાણા
- ભરતજી ઠાકોર ધારાસભ્ય, બહુચરાજી
સતત વધી રહેલા સંક્રમણને લઇ વિધાનસભામાં મુલાકાતીઓ માટે પ્રતિંબધ લાદવામાં આવ્યો છે. તો હવે અધિકારી અને MLA સિવાય અન્ય કોઇને પ્રવેશ નહીં આપવામાં આવે. અધ્યક્ષની ચેમ્બરમાં મળેલી બેઠકમાં તાબડતોબ આ નિર્ણય લેવામાં આવ્યો હતો સામાન્ય જનતા માટે પ્રતિબંધ હોવા છતાં વિધાનસભામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.