/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/01144807/maxresdefault-5.jpg)
અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભરાયેલાં પગલાંઓની ર્વ્લડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ સરાહના કરી છે અને આગામી દીવસોમાં અમદાવાદ મોડલની જાણકારી અન્ય શહેરોમાં આપવામાં આવશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝ ( WHO) દ્વારા સમગ્ર વિશ્વ કોવિડ -19 મેનેજમેન્ટ માટે અપનાવવામાં આવી રહેલી શ્રેષ્ઠ પદ્ધતિઓની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. તેના ભાગ રૂપે અમદાવાદ મોડલ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન અધિક સચિવ ડો રાજીવ કુમાર ગૃપ્તા તેમજ એએમસી કમિશનર મુકેશ કુમાર દ્વારા વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથનને વીડિયો કોન્ફરન્સ દ્વારા આપવામાં આવ્યું હતુ.
ડૉ.સ્વામીનાથને જણાવ્યું હતું કે, ધન્વતંરી રથ, 104 સેવા, કોરોના ઘર સેવા, સંજીવની વાન તેમજ ખાનગી હોસ્પિટલોની ભાગીદારીએ ખુબ જ ઉપયોગી અને પ્રોત્સાહક અનુભવો રહ્યા છે. જે અન્ય શહેરોમાં પણ અપનાવી શકાય તેવા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ટુંક સમયમાં જ અમદાવાદ મોડલ વિશે ભારતના તથા વિશ્વના અન્ય શહેરોને જાણકારી પુરી પાડવા તેમજ કોવિડ મેનેજમેન્ટ અંગેની શ્રેષ્ઠ કામગીરી તેમજ પદ્ધતિઓનો અભ્યાસ કરવા એક પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવશે.