સાબરકાંઠા :  ખેડૂતોએ પરંપરાગત ડાંગરની ખેતી સાથે બાસમતી ચોખાનું ઉત્પાદન વધાર્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, સલાલ અને હિંમતનગર વિસ્તારમાં ખેડૂતો દ્વારા ડાંગરનું મોટાપાયે વાવેતર કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરી અને ગુજરાત-17 જેવી જાતોનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે.

New Update
  • ખેડૂતોનો બાસમતીના વાવેતર તરફ ઝુકાવ

  • પરંપરાગત ડાંગર સાથે બાસમતીનું કર્યું વાવેતર

  • બાસમતી ચોખાની વિદેશમાં પણ છે માંગ

  • સારા ભાવ મળતા બાસમતીનું ઉત્પાદન વધાર્યું

  • સ્થાનિક નહીં પરંતુ રાજસ્થાનમાં ખેડૂતો કરે છે વેચાણ   

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજસલાલ અને હિંમતનગર વિસ્તારમાં ખેડૂતો દ્વારા ડાંગરનું મોટાપાયે વાવેતર કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરી અને ગુજરાત-17 જેવી જાતોનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે. હવે વિસ્તારમાં બાસમતી ડાંગરના પણ ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી છે.

સાબરકાંઠા જિલ્લામાં હવે સ્થાનિક ડાંગરની જાતો સાથે બદલાયેલા સમયમાં બાસમતી ડાંગરનું વાવેતર શરૂ થયું છે. હિંમતનગર અને પ્રાંતિજ તાલુકામાં ખાસ કરીને ડાંગરનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે. આ વિસ્તારની ડાંગરની જાત સલાલની ડાંગર-17 જાણીતી છે. આ ઉપરાંત ગુજરી ડાંગર પણ અહીં મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. હવે સાબરકાંઠામાં બાસમતી ડાંગરની ખેતીની શરૂઆત થઈ છે. અહીં કેટલાક ખેડૂતોએ પરંપરાગત ડાંગરની ખેતીને બદલે બાસમતી જાતના ચોખાનું ઉત્પાદન થાય એ માટે બાસમતી ડાંગરનું વાવેતર શરૂ કર્યું છે. અગાઉના વર્ષોમાં ખેડૂતોએ કરેલા પ્રયાસથી સફળતા મળતા હવે ખેડૂતોએ બાસમતી ખેતીનું વાવેતર શરૂ કર્યું છે.

બાસમતી ડાંગરની ખેતી શરુ થવાને લઇ સ્થાનિક ખેડૂતો માટે હવે આવકમાં પણ વધારો થવા માટે નવી દિશા મળી છે. બાસમતી ડાંગરનું ઉત્તર ભારતમાં મોટું બજાર છે અને બાસમતી ડાંગરથી ઉત્પાદિત ચોખા નિકાસ પણ મોટા પ્રમાણમાં કરવામાં આવતા ભાવ પણ સારા મળતા હોય છે. આ કારણથી જ હવે ખેડૂતોએ બાસમતી ડાંગરની ખેતીની શરૂઆત કરી છે. સલાલ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હવે બાસમતી ડાંગરના વાવેતરમાં વધારો થયો છે. આવી જ રીતે હિંમતનગરના હડિયોલ ગામના ખેડૂતે બાસમતી ડાંગરનું વાવેતર કર્યું છે. ખેડૂતો કહે છે કેડાંગરનું ઉત્પાદન સારુ થાય છે અને તેના વેચાણ માટે સ્થાનિક બજાર નહીં હોવાને લઇ ખેડૂતો રાજસ્થાનના બુંદી અને કોટા વિસ્તારમાં વેચાણ કરવા માટે પહોંચે છે. જ્યાં ભાવ પણ સારા મળે છે.

Latest Stories