/connect-gujarat/media/media_files/K9kjrKpBadX6Eg43jsRC.jpeg)
ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે.
હવામાન વિભાગના તાજેતરના નાઉકાસ્ટ મુજબ, આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના છે. સવારના 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે આ વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્યમ વરસાદની આગાહી:
અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, અમદાવાદ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.
હળવા વરસાદની આગાહી:
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની શક્યતા છે.
અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, ભારે વરસાદની સંભાવના
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સર્જાઈ શકે તેવી પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં બેથી પાંચ ઇંચ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. એલિસબ્રિજ વિસ્તારમાં વરસાદી છાંટા શરૂ થઈ ગયાના અહેવાલ છે, જે સંકેત આપે છે કે ટૂંક સમયમાં વરસાદ વધુ જોર પકડી શકે છે.