અમદાવાદ : કોરોના મહામારીના સમયમાં નોકરીની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો

અમદાવાદ : કોરોના મહામારીના સમયમાં નોકરીની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો
New Update

હાલ કોરોના મહામારીના પગલે વિશ્વમાં આર્થિક મંદી જેવો માહોલ છે, ત્યારે ઠગબાજોની ટોળકી સક્રિય થઈ છે. નોકરી આપવાની લાલચ આપી અનેક લોકોને લૂંટનાર ગેંગના કિસ્સા અવાર નવાર સાંભળવા મળતા હોય છે, ત્યારે નોકરીની લાલચ આપી ઠગાઈ કરતો આરોપી અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો હતો.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ફરિયાદના આધારે રૂપિયા લઇને નોકરી અપાવવાની લાલચ આપનાર આરોપી વિપુલ બોરસણીયાને અમરેલી જીલ્લાના મતીરાલા ગામેથી ઝડપી પાડ્યો હતો. આ આરોપી અગાઉ પણ કેટલાક ગુનામાં સામિલા હોવાનું બહાર આવ્યું છે. જેમાં લોકો સાથે ઠગાઈ કરતો અને રૂપિયા પડાવતો હોવાનું સામે આવ્યું છે.

publive-image

આ આરોપીએ અનેક લોકોને નોકરીની લાલચ આપી ઠગાઈ કરી છે. પોલીસે આરોપી પાસેથી 2 ફોન, 1 લેપટોપ, અલગ-અલગ 7 પાસબુક, 26 ચેકબુક, 27 ડેબિટ કાર્ડ તેમજ 10 જેટલા ક્રેડિટ કાર્ડ અને સ્ટેમ્પ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં આરોપી વિપુલ બોરસણીયાએ અન્ય 10 ગુના આચર્યા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, આરોપી સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#Ahmedabad #cheating #Crime branch #Ahmedabad Police #Connect Gujarat News #Ahmedabad Gujarat #Frauds Case #Ahmedabad News #Ahmedabad Cyber Crime Branch
Here are a few more articles:
Read the Next Article