Connect Gujarat
અમદાવાદ 

1993માં થયેલાં MUMBAI BLAST કેસના દાઉદના 4 સાગરીતો અમદાવાદથી ઝડપાયા

દાઉદના 4 સાગરીતો અમદાવાદમાંથી ઝડપાયા અમદાવાદ એરપોર્ટ નજીકથી ઝડપી લેવાયા 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના છે આરોપી

X

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS ની ટીમે વર્ષ 1993 માં થયેલાં મુંબઈ બ્લાસ્ટ કેસના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યાં છે. સમગ્ર ઓપરેશન અંગે ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી હતી.આમ ગુજરાત એટીએસ ફરીવાર એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS ની ટીમે વર્ષ 1993 માં થયેલાં મુંબઈ બ્લાસ્ટ કેસના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યાં છે.

સમગ્ર ઓપરેશન અંગે વાત કરીએ તો મુંબઈમાં વર્ષ 1993માં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને અંજામ આપ્યા બાદ આ આરોપીઓ ફરાર હતાં. તેમણે બનાવટી પાસપોર્ટ બનાવીને તેઓ આવ્યાં હતાં. ચારેય આરોપી મોહમ્મદ ડોસાની ગેંગમાં કામ કરતા હતા. અર્જુન ગેંગ તરીકે ચારેય આરોપીઓ જાણીતા હતા. 1995માં આ આરોપીએ ભારત છોડ્યું હતું. તેમની પાસેથી શંકાસ્પદ ડિજિટલ એવીડન્સ અને મોબાઇલ કબજે લેવામાં આવ્યાં છે. અમદાવાદના સરદારનગર માંથી ચારેય આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં ફરાર આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગના ચાર સાગરિતોને ગુજરાત એટીએસની ટીમે અમદાવાદથી ઝડપી પાડ્યાં છે.

આ સમગ્ર ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમે દાઉદના ખાસ ગણાતા અબુ બકર ને પણ અમદાવાદથી જ દબોચી લીધો છે. 1993 મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં લાંબા સમયથી ફરાર એવા દાઉદ ગેંગ અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા, ડી.સૈયદ કુરેશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ અને ગેરમાર્ગે દોરવા માટે પોતાના ઠેકાણા બદલી નાખ્યા હતા. તેના પાસપોર્ટ માં લખેલી તમામ માહિતી ફેક નીકળી છે.

તપાસમાં સામે આવ્યા મુજબ, આ ચારેય શખ્સ 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી છે.આ ચારેય શખ્સ સામે સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તેઓ તામિલનાડુ, બેંગાલુરુ અને મુંબઈના રહેવાસી છે. અર્જુન ગેંગના આ લોકો મોહમ્મદ ડોસા સાથે જોડાયેલા હતા. તેમજ બ્લાસ્ટની પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. CBI અને NIAની તપાસમાં આરોપીઓના નામ સામે આવ્યા હતા

Next Story