અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો સમક્ષ એક ચોંકાવનાર કેસ સામે આવ્યો છે. માંગરોળમાં માત્ર નવ મહિનાનું બાળક રમતા- રમતા LED બલ્બ ગળી ગયું હતું. જેના કારણે શ્વાસોશ્વાસમા તકલીફ તેમજ ખાંસી અને તાવ આવતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં X-Ray કરાવ્યો ત્યારે તેના ફેફસામાં કંઈક ફોરેન બોડી પડ્યું હોવાનું દેખાઇ આવ્યું હતું. જે ફક્ત સર્જરી કરીને જ બહાર કાઢવું શક્ય હતું. જેથી તબીબોએ બ્રોન્કોસ્કોપી કરીને ફેફસાંમાંથી LED બલ્બ કાઢ્યો હતો.
પરિવારને જ્યારે આ ઘટનાની જાણ થઇ ત્યારે તેઓએ સત્વરે બાળકને લઈને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. બાળકના માતા-પિતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ બાળકનું એક્સ-રે કર્યું ત્યાંરે તેના ફેફસામાં પીન આકારનું ફોરેન બોડી દેખાયું હતું. આ ફોરેન બોડીના સચોટ નિદાન તપાસ કરવામાં આવી હતું અંદર ફોરેન બોડી દેખાઈ પરંતુ એને પકડી શકાય તેમ હતું નહીં. જેના પગલે બ્રોન્કોસ્કોપી કરીને તેને બહાર નીકાળવામાં આવ્યું....