Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદનાં ટોયટોના શો-રૂમમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં થતાં હાશકારો....

આગ લાગતા જ શો-રૂમના સ્ટાફમાં નાસભાગ મચી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

અમદાવાદનાં ટોયટોના શો-રૂમમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં થતાં હાશકારો....
X

અમદાવાદના એસજી હાઈવે પર મકરબા પાસે ટોયાટોના શો-રૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ગાડીઓ દોડી આવી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. ટોયટોના શો-રૂમમાં બીજા માળે આગ લાગી હતી. જે પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી. આગ લાગતા જ શો-રૂમના સ્ટાફમાં નાસભાગ મચી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્ટાફ દ્વારા તાત્કાલિક શો-રૂમમાંથી ગાડીઓ નીચે ઉતારવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો પહોંચતા જ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે આગ એટલી પ્રસરી હતી કે, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

Next Story