/connect-gujarat/media/post_banners/5d496670c9d352475fca53a121a9415e8b5421d9b30215505ea0b1075d52517e.jpg)
રાજ્યમાં પેપર લીક કાંડમાં વિરોધ કરતા આપ નેતા મહેશ સવાણીની તબિયત લથડી છે. આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીની તબિયત લથડતા SVP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. AAP નેતાઓની ધરપકડના વિરોધમાં મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. મહેશ સવાણીને 108 એમ્બ્યુલન્સમાં SVP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આપ નેતા મહેશ સવાણીનું સુગર ઘટી જતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 108 મારફતે મહેશ સવાણીને SVP હોસ્પિટલ ખસેડાયા હતા. હેડ ક્લાર્ક પેપર લીકકાંડના વિરોધમાં મહેશ સવાણી ઉપવાસ કરી રહ્યા છે. અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.