આપના નેતાઓએ અમદાવાદના કાર્યાલય પર પોલીસે રેડ કરી હોવાનું ટ્વિટ કર્યું ,પોલીસે કહ્યું અમે કોઈ રેડ નથી કરી

રવિવારે મોડી રાતે આપ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદની આપની ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતુ.

New Update
આપના નેતાઓએ અમદાવાદના કાર્યાલય પર પોલીસે રેડ કરી હોવાનું ટ્વિટ કર્યું ,પોલીસે કહ્યું અમે કોઈ રેડ નથી કરી

અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં પોલીસે રેડ કરી હોવાના આક્ષેપ સાથે આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેના ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા

રવિવારે મોડી રાતે આપ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદની આપની ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ઇસુદાન ગઢવી ના ટ્વિટ બાદ અરવિંદ કેજરીવાલે રિટ્વીટ કરીને ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવતા લખ્યુ હતુ કે, આપને ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ડઘાઇ ગયું છે. ત્યારે આ દાવા વચ્ચે અમદાવાદ પોલીસે પણ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, અમદાવાદ પોલીસ દ્વારા આપની ઓફિસમાં કોઇ દરોડા પાડવામાં આવ્યા નથી. આ બધા વિખવાદ બાદ આપના ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, આ એક અને ઓફિશિયલ રેડ પાડવામાં આવી હતી. જેની કોઇ નોંધ નહીં હોય પરંતુ અમારી ઓફિસમાં દોઢ કલાકથી વધુ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતુ.ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, 'જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે તે જોઈને ભ્રષ્ટ ભાજપ ગભરાઈ ગઈ છે. ઈશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો હતો કે અમારી ઓફિસમાં ડાયરી અને પેપર ચેક કરવામાં આવ્યા છે તો પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ જણાવ્યું કે આ રેડ બાબતે અમદાવાદ પોલીસ ખુલાસો કર્યો કે અમે કોઈ રેડ કરી નથી પણ અમારા સંગઠન મંત્રી એ રેડ કરવા આવેલ પોલીસ કર્મીઓનું આઈ કાર્ડ ચેક કરવામાં આવ્યું હતું પારસભાઈ અને હિતેશભાઈ નામના પોલીસકર્મીઓ હતા જો આ અમદાવાદ પોલીસ નહોતી તો આ બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવે

Latest Stories