અમદાવાદ : સોલા પોલીસ મથકમાંથી ફરાર થયેલો આરોપી દાહોદથી ઝડપાયો...

અમદાવાદ શહેરના સોલા પોલીસ મથકમાંથી પોલીસને ચકમો આપી ફરાર થયેલા આરોપીને પોલીસે દાહોડથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અમદાવાદ શહેરના સોલા પોલીસ મથકમાંથી પોલીસને ચકમો આપી ફરાર થયેલા આરોપીને પોલીસે દાહોડથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થોડા દિવસો પહેલા અમદાવાદ શહેરના સોલા પોલીસ મથકની પોલીસ કસ્ટડીમાંથી ટોયલેટની જાળી તોડીને આરોપી ભાગી ગયો હતો. આરોપી પોલીસ કસ્ટડીમાં રિમાંડ ઉપર હતો તે દરમ્યાન તા. 13 જુલાઈના રોજ પોલીસ સ્ટેશનમાંથી કુદરતી હાજતે જવાના બહાને ટોઇલેટની બારી તોડી નાસી છૂટ્યો હતો. જે મામલે આરોપી વિરુદ્ધ અલાયદો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસ કમિશ્નર શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-1 અમદાવાદ શહેર દ્વારા આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા અઠવાડીયાથી આ ટીમો આરોપીના રહેણાંક ગામમાં તથા આજુબાજુના વિસ્તારોમાં આરોપીની શોધખોળ કરી હતી.
તપાસ દરમ્યાન આરોપી તેના વતનમ હોવાનું સામે આવ્યું હતું. છાપરા વિસ્તારમાં આરોપીએ અન્ય શ્રમિકનો ફોન મેળવી પોતે કસ્ટડીમાંથી નાસી ગયો હોવાનું પોતાના ભાઈને જણાવ્યું હતું. ભાઈનો સંપર્ક કરી આરોપીએ શ્રમિકના એકાઉન્ટમાં ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરાવી આર્થીક મદદ મેળવી હતી. ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં થઈ ખેડા જિલ્લાના નડીયાદ ખાતે અને ત્યારબાદ આરોપી બસમાં બેસીને પોતાના વતન દાહોદ તરફ નાસી ગયો હતો. સમગ્ર મામલે પોલીસને મળેલ ચોક્કસ બાતમીની ખરાઈ કરતાં અને ટેક્નીકલ સર્વેલન્સની મદદથી મોરબી ખાતેથી આરોપીના ભાઈને હસ્તગત પુછપરછ કરતાં આરોપી પોતાના વતન લીમખેડાના દુધીયા ગામના ચિભડીયા ખાતે રોકાયો હોવાની હકિક્ત જાણવા મળી હતી. માહિતી મળતાં જ પોલીસે  બતમીવાળા સ્થળે પહોંચી પોલીસને ચકમો આપી ફરાર થનાર આરોપીની ધરપકડ કરી ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
Latest Stories