Connect Gujarat
અમદાવાદ 

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રોડ શો કર્યા બાદ ઝંઝાવાતી સભા ગજવી

અમિત શાહે સભા સંબોધતા કહ્યું હતું કે, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26એ 26માં કમળ ખીલાવવાના છે

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રોડ શો કર્યા બાદ ઝંઝાવાતી સભા ગજવી
X

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતામંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. એ પહેલાં આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા.

ત્યાર બાદ સાબરમતી વિધાનસભાના રાણીપ શાકમાર્કેટથી બીજો રોડ શો શરૂ કર્યો હતો. ત્યાર બાદ ઘાટલોડિયા વિધાનસભાના વિસ્તારમાં ત્રીજો રોડ શો કર્યો હતો. ત્યાર બાદ અમિત શાહનો રોડ શો નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ચોથો રોડ શો કર્યો હતો. વેજલપુર વિધાનસભા વિસ્તારમાં અમિત શાહનો રોડ શો પૂર્ણ કર્યા બાદ સભા સ્થળે પહોંચી લોકોનું સંબોધન કર્યું હતું

અમિત શાહે સભા સંબોધતા કહ્યું હતું કે, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26એ 26માં કમળ ખીલાવવાના છે. આ વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકું છે. તેને મજબૂત રાખવાનું છે. આ દરમિયાન મોદીનું નામ લેતા જ મોદી મોદીના નારા લાગ્યા હતા.

Next Story