અમદાવાદ : પાન- મસાલા ભરેલા 100 કાર્ટુનની થઇ હતી લુંટ, ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો ભેદ

અમદાવાદ -વડોદરા નેશનલ હાઇવે પરથી પોલીસે ટ્રકોને આંતરી લુંટ ચલાવતી ટોળકીના ચાર સાગરિતોને ઝડપી પાડયાં છે.

અમદાવાદ : પાન- મસાલા ભરેલા 100 કાર્ટુનની થઇ હતી લુંટ, ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો ભેદ
New Update

અમદાવાદ -વડોદરા નેશનલ હાઇવે પરથી પોલીસે ટ્રકોને આંતરી લુંટ ચલાવતી ટોળકીના ચાર સાગરિતોને ઝડપી પાડયાં છે.

નેશનલ તથા સ્ટેટ હાઇવે પર અવારનવાર ચોરી લૂંટફાટના બનાવ સામે આવતા હોય છે. ધોળકા તાલુકાના બદરખા ગામ નજીક પસાર થતી એક ટ્રકને આંતરીને છ જેટલા લુંટારૂઓએ પાન મસાલા ભરેલાં 100 જેટલા કાર્ટુનની લુંટ ચલાવી હતી. ટ્રકના ડ્રાયવર પ્રકાશચંદ્ર પુંજાજીને વલસાડ જિલ્લાના ડુંગરી પાસેના વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.જેમાં આ ગુનાની ગંભીરતા લઇ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ચોકકસ બાતમીના આધારે અમદાવાદ અને વડોદરાને જોડતાં નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી. જેમાં અંજામ આપનાર છ આરોપીમાંથી ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે જયારે બે આરોપીને ઝડપી પાડવાની કવાયત ચાલી રહી છે.

#ConnectGujarat #Loot #Amdavad #Amdavad Crime Branch #Amdavad Loot
Here are a few more articles:
Read the Next Article