Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પ્રમુખ નગરમાં 1100 સ્વયંસેવકો બન્યા લાખો લોકો માટે ગાઈડ, જુઓ કેવી રીતે કરે છે સંચાલન

600 એકરમાં ઉજવાઈ રહેલા ભવ્યથી ભવ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કલ્પના પણ ન કરી હોય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે

X

અમદાવાદમાં 600 એકરમાં ઉજવાઈ રહેલા ભવ્યથી ભવ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કલ્પના પણ ન કરી હોય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અહી આ આયોજનમાં જો કોઈનો મહત્વનો ભાગ હોય તો તે છે 1100 સ્વયંસેવક જે નગરની બહાર આપને ગાઈડ કરે છે અને આપ સરળતાથી આ નગરને જોઈ શકો છો

અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે લાખો લોકો અહી આવી રહ્યા છે સવારના 8 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી અવરજવર રહે છે પણ આ નગર સુધી કઈ રીતના પોહચવું ગાડી કયા પાર્ક કરવી અને આસપાસના સ્થાનિકો અને ઓફિસ કર્મચારીઓને પણ કોઈ અગવડતા ના પડે તે માટે નગરના 1100 સ્વયંસેવકો નગરની બહાર રસ્તા પર ટ્રાફિક પોલીસની સાથે ફરજ બજાવે છે.આ માટે અમદાવાદ શહેર પોલીસ સાથે એક સંકલન પણ કરવામાં આવ્યું છે જે સ્વયંસેવકો ફરજ બજાવે છે તેમણે ટ્રેનીંગ પણ આપવામાં આવી છે.આ સ્વયંસેવકોની એક ક્વીક રિસ્પોન્સ ટીમ પણ છે.નગરની અંદર કે બહાર ટ્રાફિક જયાં થાય કે કોઈ અઘટિત ઘટના બને તો માત્ર 12 મિનિટમાં તે ટીમ ત્યાં પોહચે છે અને સ્થિતિને કંટ્રોલ કરે છે.એસપી રિંગ રોડ પર લાખો વાહનો પસાર થાય છે અને સાથે નગર જોવા લોકો હજારો વાહનોને લઈ પોહચી રહ્યા છે છતાં અહી ટ્રાફિક થતું નથી તેની પાછળ સ્વયંસેવકોની મહેનત છે.

Next Story