ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ૧૨મો દીક્ષાંત સમારંભ રાજયપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ૧૨મો દીક્ષાંત સમારંભ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાયો હતો. ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ૧૨મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા હસ્તે પદવી અને સુવર્ણપદક એનાયત કરાયા હતા.434 કોલેજો, 3.70 લાખ વિદ્યાર્થીઓ અને 14,000 થી વધુ અધ્યાપકો ધરાવતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે ગત વર્ષથી ભારતીય સંસ્કૃતિ, ભારતીય દર્શન, પ્રાચીન ભારતીય જ્ઞાન, વેદ, પુરાણ અને ઉપનિષદના 12 અભ્યાસક્રમ શરૂ કર્યા છે, આ યુનિવર્સિટી પરિપૂર્ણ વ્યક્તિ સંપૂર્ણ માનવ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ છે.વર્તમાનમાં 307 વિદેશી વિદ્યાર્થીઓ જીટીયુમાં અધ્યયન કરી રહ્યા છે. ગત વર્ષે 30 દેશોના 117 વિદ્યાર્થીઓએ આ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે