અમદાવાદ 13 વર્ષીય જિયોને આખા ગુજરાતને ગૌરવ અપાવ્યું, બેડમિન્ટનની જુનિયર રેન્કિંગ ટુર્નામેન્ટમાં દેશના ટોપ 8 પ્લેયરમાં સ્થાન મેળવ્યું

હૈદરાબાદ ખાતે રમાયેલ બેડમિન્ટનની જુનિયર રેન્કિંગ ટુર્નામેન્ટમાં અમદાવાદના 13 વર્ષીય જિયોન રોડ્રિક્સ અંડર 13માં દેશના ટોપ 8 પ્લેયરમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

New Update
અમદાવાદ 13 વર્ષીય જિયોને આખા ગુજરાતને ગૌરવ અપાવ્યું, બેડમિન્ટનની જુનિયર રેન્કિંગ ટુર્નામેન્ટમાં દેશના ટોપ 8 પ્લેયરમાં સ્થાન મેળવ્યું

હૈદરાબાદ ખાતે રમાયેલ બેડમિન્ટનની જુનિયર રેન્કિંગ ટુર્નામેન્ટમાં અમદાવાદના 13 વર્ષીય જિયોન રોડ્રિક્સ અંડર 13માં દેશના ટોપ 8 પ્લેયરમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જે ગુજરાત માટે ઘણી જ ગર્વની વાત માનવમાં આવે છે.

આ દ્રશ્ય જોતા આપને લાગતું હશે કે આ ઉંમરે બાળકો રમતા હોય કે કુદતા હોઈ પણ આ 13 વર્ષીય જિયોને આખા ગુજરાતને ગૌરવ અપાવે તેવી સિદ્ધિ હાસિલ કરી છે. જીયોન છેલ્લા અનેક વર્ષોથી બેડમિન્ટન કોચિંગ લઇ રહ્યો છે. પણ હવે તેની વર્ષોની મહેનત રંગ લાવી છે. થોડા દિવસ અંદર 13માં જુનિયર બેડમિન્ટનમાં ટોપ 8માં સ્થાન મેળવ્યૂ છે.જીયોન કહે છે કે સવારે 5 વાગ્યાથી મારી ફિટનેશ શરૂ થાય છે તો બપોરના 4 કલાક બેડમિન્ટનની આકરી પ્રેક્ટિસ કરે છે. જીયોનના માતા અને પિતા અમદાવાદની એક ખ્યાતનામ હોસ્પિટલમાં જોબ કરે છે. તેથી માતા પિતા ક્યારેક સમય ના આપી શકે તો પણ તે મેનેજ કરી તેની એકેડમી પોહ્ચે છે. રાજ્યમાંથી જીયોન એવો પ્રથમ પ્લેયર છે જે ટોપ 8માં પોહ્ચ્યો છે.

કોઈ પણ સફળ પ્લેયરની પાછળ તેના કોચનો હાથ હોઈ છે જીયોનના કોચ નીમી પટેલ જે બેડમિન્ટન માટે અક્ષર એકેડમી ચલાવે છે. તે પણ એક સફળ પ્લેયર રહી ચુક્યા છે અને તે જીયોન સહિત અનેક પ્લેયરને કોચિંગ આપી રહ્યા છે. એકેડમીમાં તેમની હાજરી ઉર્જા આપે છે. કોચ નીમી પટેલનું કેહવું છે કે તે સૌથી નાનો પ્લેયર છે. અહીં દરેક સેશનમાં જીયોન સખત મહેનત કરે છે. માત્ર એક વર્ષની મહેનતમાં જિયોને બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું છે.

Latest Stories