Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: મોબાઈલ માટે 17 વર્ષના કિશોરની કરાઈ કરપીણ હત્યા, ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કરી અટકાયત

17 વર્ષીય કિશોરની કરાઈ હતી હત્યા, મોબાઈલ ચોરી માટે કરી હતી હત્યા.

X

અમદાવાદમાં મોબાઈલની ચોરી અને લૂંટથી ટેવાયેલા વ્યક્તિએ તમામ હદ ત્યારે પાર કરી નાખી છે. આરોપીએ એક મોબાઈલ માટે 17 વર્ષના કિશોરની હત્યા કરી લાશને ચંડોળા તળાવમાં ફેંકી દીધી હતી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલાતા ચોંકાવનારો ખુલાસો થયો છે.

અમદાવાદમા 17 વર્ષીય કિશોરની હત્યાનો મામલો સામે આવ્યો છે. જોકે આ મામલે થોડા દિવસો અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટ માર્ટમમાં મરનારના ગળાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યું હોવાનું સામે આવતા આ મામલો શંકાસ્પદ લાગ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસમાં ગત 16 સપ્ટેમ્બરના રોજ પી.આઈ. એ. વાય. બલોચની ટીમને માહિતી મળી હતી કે એક આરોપી જેને 20 ઓગષ્ટના રોજ મરનાર કિશોર જબ્બાર મેવાતીની મોબાઈલ માટે હત્યા કરી નાખી હતી અને મૃતદેહને પાણીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો. આરોપી રમજાન શેખની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મોબાઈલ ચોરી કેસમાં જેલમાં બંધ હતો અને કોરોના સમયમાં તે વચગાળાના જામીન લઈને બહાર આવ્યો હતો. પરંતુ ત્યારબાદ જેલમાં હાજર થયેલ નથી. આ ઉપરાંત આરોપી મોબાઈલ ચોરી કરવાની ટેવ ધરાવે છે.

આરોપીએ મરનાર પાસે મોબાઈલની માંગણી કરી હતી, પરંતુ મરનારે મોબાઈલ ના આપતા આરોપીએ ગળાના ભાગે છરી મારી તેની હત્યા કરી દીધી હતી. મહત્વનું છે કે, પોલીસ શું તપાસ કરી રહી છે તેની પણ વોચ આરોપી રાખતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Next Story