અમદાવાદ: 20 વર્ષની યુવતીએ CISFના જવાન પર લગાવ્યો છેડતીનો આરોપ,જુઓ શું છે સમગ્ર મામલો

અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં 20 વર્ષની યુવતીએ સીઆઈએસએફના કર્મચારી ઉપર છેડતીનો આરોપ લગાવ્યો છે

અમદાવાદ: 20 વર્ષની યુવતીએ CISFના જવાન પર લગાવ્યો છેડતીનો આરોપ,જુઓ શું છે સમગ્ર મામલો
New Update

અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં 20 વર્ષની યુવતીએ સીઆઈએસએફના કર્મચારી ઉપર છેડતીનો આરોપ લગાવ્યો છે અને જેમાં યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ કર્મચારી લાગી રહ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા જવાને એક યુવતીની છેડતી કરી હતી મહત્વની વાતતો એ છે કે આરોપી અને ફરિયાદીના પિતા એક સાથે એકજ જગ્યા નોકરી કરતા હતા.ફરિયાદી મૂળ બંગાળના છે અને હાલ તેમના પિતા સીઆઈએસએફ જયપુરમાં ફરજ બજાવે છે અને ફરિયાદીએ પોતાનો આગળનો અભ્યાસ કરવા માટે ગાંધીનગરમાં પ્રોસેસ કરી હતી.ફરિયાદી bsc સુધી અભ્યાસ બાદ msc માટે ગાંધીનગરમાં અભ્યાસ માટે અરજી કરી હતી અને આગળની કાઉન્સિલિંગ માટે પાંચ ઓગસ્ટના રોજ બોલાવવામાં આવી હતી.

યુવતી પોતાની માતા સાથે અમદાવાદમાં આવી હતી અને આરોપી જે સીઆઈએસએફમાં નોકરી કરે છે તે ફરિયાદીના પિતા સાથે પહેલા જયપુરમાં હતા જેથી તેમના ઘરે રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.ફરિયાદી રાતે તેમના ઘરે સૂઈ રહી હતી તે સમયે આરોપીએ ફરિયાદીના શારીરિક અડપલાં કરી રહ્યા હતા જેથી ફરિયાદી ઉઠી ગયેલા અને બાજુ માં સુઈ રહેલ ફરિયાદીની માતા પણ ઉઠી ગયેલા.ફરિયાદીની માતાએ આરોપીની પત્નીને કહેતા તે વાત માનેલ નહિ.જો કે ફરિયાદીને ગાંધીનગર જવાનું હોવાથી તે જતા રહ્યા હતા અને ત્યાર બાદ આ વાતની જાણ તેમને પોતાના પિતાને કરતા પિતાએ કાર્યવાહી કરવા જણાવતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

#Gujarat #ConnectGujarat #police #Ahmedabad #accuses #case #molestation #CISF constable
Here are a few more articles:
Read the Next Article