Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: 200 વર્ષ જૂના વિકટોરિયા ગાર્ડનને હેરિટેજ તરીકે વિકસાવાશે

અમદાવાદીઓ માટે વધુ એક નવલું નજરાણું, વિકટોરિયા ગાર્ડનને હેરિટેજ તરીકે વિકસાવાશે.

X

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદના સૌથી જુના વિક્ટોરીયા ગાર્ડનને હેરિટેજ ગાર્ડન તરીકે વિકસાવવામાં આવશે. 200 વર્ષ જૂના ગાર્ડનને રૂપિયા 8 કરોડના ખર્ચે નવીન લુક આપવામાં આવી રહ્યું છે.

ભારતનું સૌ પ્રથમ હેરિટેજ શહેર અને સ્માર્ટ સીટીના પ્રોજેક્ટ અંતર્ગત અનેક કામ હાથ ધરવામાં આવ્યા છે જેમાં અમદાવાદના એલિસબ્રિજના પૂર્વ છેડે આવેલા સૌથી જુના વિક્ટોરીયા ગાર્ડનને 8થી 10 કરોડના ખર્ચે હેરિટેજ તરીકે ડેવલપ કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. યુ.એન.મહેતા ફાઉન્ડેશન દ્વારા આ ગાર્ડનને રીડેવલોપ કરવામાં આવી રહ્યું છે.

જેમાં જીમથી લઈને ક્રિકેટ પીચ તેમજ જોગિંગ ટ્રેક સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.શહેરીજનો માટે બે શિફ્ટમાં સિક્યોરિટી રાખવામાં આવશે જેથી ગાર્ડનમાં બેસી રહેતા અસામાજિક તત્વો ઉપર અંકુશ રાખી શકાય.આ ઉપરાંત વિક્ટોરીયા ગાર્ડન માં પ્રવેશ માટે બે દરવાજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ વિક્ટોરીયા ગાર્ડનનો વિકાસ કરવા ટોરેન્ટના CSRમાંથી પણ નાણાં ફાળવવામાં આવશે. વિક્ટોરિયા ગાર્ડનએ અમદાવાદની ઓળખ છે.આ 28000 સ્ક્વેર મીટરમાં આવેલ ગાર્ડનને હેરિટેજ લુક આપવાનો તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Next Story