Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : BRTSના 23 જંકશન બન્યા અકસ્માતોના "કોરિડોર", જુઓ કોર્પોરેશન શું લાવશે નિવારણ..!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરના તમામ BRTS રૂટનો સર્વે કરવામાં આવ્યો હતો.

X

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર પબ્લિક ટ્રાન્સ્પોટેશનની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. જેમાં મુખ્ય ગણાતા એવા BRTS કોરિડોર હવે અકસ્માતના કોરિડોર બની રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે, ત્યારે શહેરના 23 જંકશન અકસ્માત ઝોન તરીકે સામે આવ્યા છે.

અમદાવાદ શહેરમાં BRTS કોરિડોર બનાવવામાં આવ્યા છે, ત્યારે આ જ કોરિડોર લોકોના ભોગ પણ લઈ રહ્યા છે. BRTS દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા ઉભી કરવામાં આવી છે. પરંતુ આ સેવા હવે લોકોના જીવ લઈ રહી છે. BRTSના કોરિડોરમાં બેફામ વાહન હંકારતા કરતા ડ્રાઈવરના કારણે અકસ્માત થઈ રહ્યા છે. જોકે, અવારનવાર અકસ્માત બનતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરના તમામ BRTS રૂટનો સર્વે કરવામાં આવ્યો હતો.

આ સર્વેમાં સૌથી વધુ થયેલા કુલ 23 જેટલા BRTS જંક્શન અકસ્માત ઝોન તરીકે સામે આવ્યા છે, ત્યારે હવે આગામી દિવસોમાં અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા આ તમામ 23 જગ્યા પર અકસ્માત ઝોન અને ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા લગાવવામાં આવશે. એટલું જ નહીં અકસ્માતના આવા સ્પોટ પર દિશાસૂચક સિમ્બોલ પણ લગાવવામાં આવશે, જેથી લોકોનું ધ્યાન તેના ઉપર જાય અને અકસ્માત નિવારી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story