અમદાવાદ : 2 અકસ્માતમાં થયા 3નાં મોત, ઓઢવ રિંગ રોડ પર હિટ એન્ડ રનમાં 2નાં ઘટનાસ્થળે મોત, શાહપુરમાં AMTS બસે વૃદ્ધને કચડતા મોત

ઓઢવ રિંગ રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બે લોકોને ઘટનાસ્થળે મોત થયા હતા. આ એક જ દિવસમાં અકસ્માતના 2 બનાવમાં 3 લોકોના મોત થયા છે.

New Update
અમદાવાદ : 2 અકસ્માતમાં થયા 3નાં મોત, ઓઢવ રિંગ રોડ પર હિટ એન્ડ રનમાં 2નાં ઘટનાસ્થળે મોત, શાહપુરમાં AMTS બસે વૃદ્ધને કચડતા મોત

અમદાવાદ શહેરમાં ફરી એક વખત એએમટીએસ બસની અડફેટે માસુમ વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. 74 વર્ષના વૃદ્ધ શાહપુર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એએમટીએસની અડફેટે એવો ફંગોળાયા હતા, જેમાં બસનું ટાયર તેમાં પર ફરી વળ્યું હતું. આ બનાવવામાં તેમનું મોત નિપજ્યું હતું. તો ઓઢવ રિંગ રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બે લોકોને ઘટનાસ્થળે મોત થયા હતા. આ એક જ દિવસમાં અકસ્માતના 2 બનાવમાં 3 લોકોના મોત થયા છે.


ઓઢવ રિંગરોડ પર પામ હોટેલ સામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કલોલ મોટી ભોયણ અને હાજીપુરના વયોવૃદ્ધ પુરુષ અને વૃધ્ધાને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ગુરુ પુનમ ભરીને હાથીજણ લાલગેબી આશ્રમથી પરત મોટી ભોયણ જતા રસ્તામાં કાળનો ભેટો થયો હતો. મોટી ભોયણના દલાજી ઠાકોર (ઉ.વ.66) અને હાજીપુરના મગુંબેન (ઉ.વ.66)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ટ્રાફિક પોલીસ અને ઓઢવ પોલીસ અકસ્માતની ઘટના બાદ દોડી ગયા હતા. જ્યારે અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો.

Read the Next Article

દિવાળીની રજાઓમાં બંધ ઘરમાં ચોરીની ઘટનાઓ ન બને તે માટે અમદાવાદ પોલીસે બનાવ્યો માસ્ટર પ્લાન

દિવાળીના પર્વમાં ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ અમદાવાદ ગ્રામ્યના આવતા વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે...

New Update
Ahmedabad Police

દિવાળી આવે એટલે ગુજરાતીઓ અલગ અલગ ફરવા દિવાળીના વેકેશનમાં મોટાભાગના ગુજરાતીઓ ફરવા જવાનું પસંદ કરે છે. આવામાં દિવાળીના વેકેશનમાં બંધ ઘરના તાળા તોડવાની ઘટનાઓ વધી જાય છે. પરિવારો આવીને જુએ તો ઘરના તાળા તૂટેલા હોય અને ઘરનો સામાન-દાગીનાની ચોરી થતી હોય છે. આવામાં દિવાળીમાં ચોરીની ઘટનાઓ અટકાવવા માટે અમદાવાદ પોલીસે માસ્ટર પ્લાન બનાવ્યો છે. 

દિવાળીના પર્વમાં ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ અમદાવાદ ગ્રામ્યના આવતા વિસ્તારો કે જે સ્થળે CCTV ઓછા હોય, અવાવરૂ જગ્યાઓ હોય, ચોરી કે લૂંટનો ડર વધુ હોય તેવા સ્થાનો પર પોલીસ વધુ સતર્ક રહેશે. જે માટે પોલીસ દ્વારા સોસાયટી ચેરમેન, આંગળિયા પેઢીના માલિકો, જ્વેલર્સ અને સિક્યુરિટી એજન્સીને મળી સાથે મિટિંગ કરી ચોરીના બનાવો ન બને તે માટે દિવાળી દરમિયાન સાવચેતી રાખવા બાબતે સૂચનો આપવામાં આવ્યા છે. જ્યાં CCTV ઓછા હોય, લોકોની અવર-જવર ઓછી હોય, ત્યાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. પોલીસ સાદા કપડા પહેરીને પેટ્રોલિંગ કરશે, જેથી વધુ નજર રાખી શકાય. આ સાથે જ શો-રૂમની આસપાસ ફરતા શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરવામાં આવશે.

Latest Stories