Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:4 વર્ષની દીકરી માત્ર 2 મિનિટ 40 સેકન્ડમાં ગાય છે શિવતાંડવ, જુઓ નાની બાળકીની અનન્ય શિવભક્તિ

અમદાવાદની ચાર વર્ષની હેનિશાની ઉંમર હજુ તો રમવાની છે, પરંતુ આ ઉંમરમાં તેણે મોટી સિદ્ધિ મેળવી છે.

X

અમદાવાદની ચાર વર્ષની હેનિશાની ઉંમર હજુ તો રમવાની છે, પરંતુ આ ઉંમરમાં તેણે મોટી સિદ્ધિ મેળવી છે. હેનિશાએ ટૂંક સમયમાં ઝડપથી શિવતાંડવ સ્ત્રોત ગાઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. માત્ર બે મિનિટ અને 40 સેકન્ડમાં શિવતાંડવ પૂર્ણ કરવા બદલ તેણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

અમદાવાદ જોધપુરમાં રહેતી 4 વર્ષની દીકરી તેના પરિવારનું નામ આ ઉંમરમાં રોશન કર્યું છે. જે ઉમર હેનીશાની રમવાની છે તે ઉંમરમાં તે શિવ તાંડવ ગાઈને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. માત્ર 2 મિનિટ અને 40 સેકંડમાં શિવતાંડવ સ્ત્રોત પૂર્ણ કર્યો છે. અને તેના રેકર્ડ બદલ હેનીશા ને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યો છે. હેનિશાની આ સિદ્ધિથી પરિવાર અને તેની સ્કૂલ ગર્વ અનુભવી રહ્યાં છે.

હેનીશાના પિતા ચિન્મય વૈદ્યએક ડોક્ટર છે તેમણે જણાવ્યું હતું કે તેમના ઘરે રોજ સવારે શિવ કથાનું શ્રવણ થાય છે. ટીવીમાં શિવકથા ઉપરાંત શિવ તાંડવ સ્ત્રોત અને વિવિધ મંત્રો શ્લોક ચાલતા હોય ત્યારે તે જુએ છે અને સાંભળે છે, જેના પરથી તે આ શ્લોક અને મંત્રો શીખી છે. ઉપરાંત તેઓ સવારના સમયે પૂજા કરે છે, ત્યારે તેમની સાથે તે બેસી જાય છે અને તે પણ ભગવાનની પૂજા કરે છે. પૂજામાં મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર પણ બોલે છે.હેનિશાના માતા શ્રદ્ધા વૈદ્યે તેની દીકરીને આ બાબતે પ્રોત્સાહન આપ્યું છે. તેના જ કારણે આજે હેનીશા આ સ્ટેજ પહોંચી છે. દરરોજ દીકરીને વિવિધ પ્રકારના મંત્રો બોલવાની પ્રેક્ટિસ કરાવતી હતી. અગાઉ ટૂંકા સમયમાં શિવ તાંડવ સ્ત્રોત ગાવાનો રેકોર્ડ ચાર મિનિટનો હતો, પરંતુ મારી દીકરી એ સમય કરતાં પણ ઓછા સમયમાં બોલી શકતા હતી, જેથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એપ્લાય કર્યું હતું. આગળ હેનીશા ને તેમણે સિંગર બનાવવાની ઈચ્છા છે પરંતુ હેનીશા મોટી થાય ત્યારબાદ તેને જે બનવું હોય તે બનાવશે.

Next Story