/connect-gujarat/media/post_banners/f17351f70f99e81acf229bdbfc4146aa18887e9e1f5b6a29cfbeb16665de9dee.webp)
અમદાવાદ શહેરમાં રથયાત્રા દરમ્યાન દરિયાપુરna કડિયાનાકા પાસે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થવાની ઘટનામાં 3 બાળકો સહિત 8 લોકોને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં રથયાત્રાના માર્ગ પર દરિયાપુર-કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં બાલ્કની નીચે ભગવાન જગન્નાથના દર્શન કરવા ઊભેલા કેટલાક ભાવિકો પર કાટમાળ પડ્યો હતો. બનાવના પગલે પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 બાળક સહિત 8 ભાવિકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તમામ ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, આ ઘટના સર્જાયા બાદ પ્રસાદ લેવા માટે લોકો નીચે વળતાં હતા, ત્યારે બાલ્કની તૂટી પડી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. તો બીજી તરફ, આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. રથયાત્રાના રૂટ પર આવતાં તમામ ભયજનક અને જર્જરિત મકાનોને નોટિસ આપવાની હોય છે, પરંતુ કડિયાનાકા પાસે આવેલ મકાનને કોઇપણ પ્રકારની નોટિસ AMCના એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી ન હતી.