/connect-gujarat/media/post_banners/40f501ae30d2399830390aae11a1996dae201884fb15bd1ee2c863b121ecd120.jpg)
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે પાણીનો 20 ફૂટ ઉંચો ફુવારો ઉડતા કલાકો સુધી લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો.
અમદાવાદ શહેરના મણીનગર રેલ્વે ફાટકથી ખોખરા પોલીસ સ્ટેશન રોડ પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીના સપ્લાય સાથે જ પાણીની મુખ્ય લાઈનમાં ધોધની જેમ 2 માળથી પણ ઊંચો ફુવારો ઉડતા લાખો લીટર પાણી સીધું ગટરમાં વેડફાયું હતું. એક અઠવાડિયા પહેલા આજ જગ્યાએ ગટરના ચેમ્બર અને પાણીની લાઈન પાસે ભુવો પડતા રોડ બેસી ગયો હતો. જેના સમારકામ માટે લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો, અને ત્યાં જ પાણીની લાઇન તૂટી પડતાં ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલ સ્થળ પર દોડી આવી પાણીનો સપ્લાય બંધ કરાવ્યો હતો. જોકે, પાણીની લાઇન સદંતર બંધ ન થતાં ધીમે ધીમે પાણી પર વેડફાયું હતું.