અમદાવાદ : 'તું ડર મત, તેરા પ્રૂફ મેરે પાસ સેવ હે' કહી વેપારીને બનાવ્યો હનીટ્રેપનો શિકાર, શખ્સોએ માંગી રૂ. 5 લાખની ખંડણી
સુંદર દેખાતી યુવતીએ ડેટિંગ એપથી વેપારી સાથે મિત્રતા કરીને પોતાના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા બાદ ખેલ પાડ્યો હતો
અમદાવાદ શહેરમાં ફરી એકવાર વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો હોવાની ઘટના સામે આવી છે. અતિ સુંદર દેખાતી યુવતીએ ડેટિંગ એપથી વેપારી સાથે મિત્રતા કરીને પોતાના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા બાદ ખેલ પાડ્યો હતો. જેમાં તે સમયે ઘરમાં છુપાઈને બેઠેલા 2 શખ્સોએ વેપારીને બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી 5 લાખ રૂપિયાની માંગ કરી હતી.
અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસની ગીરફતમાં ઊભેલી સ્વરૂપવાન યુવતી સહિત શખ્સે પોતાના અન્ય સાગરીત સાથે મળી એક વેપારીને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, આંબાવાડી વિસ્તારમાં રહેતા અને અસારવા ઇદગાહ સર્કલ નજીક વેપાર કરતા વેપારીને તેઓના મોબાઇલ ફોનમાં 20 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક ડેટિંગ એપ્લિકેશન મારફતે યુવતીનો મેસેજ આવ્યો હતો, અને બન્ને વચ્ચે મિત્રતા થતા બન્નેએ એક બીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. જોકે, 12 દિવસ પહેલા યુવતીએ વેપારીને મેસેજ કરી તેના ઘરનું લોકેશન મોકલી ઘરે બોલાવ્યો હતો.
ત્યારબાદ વેપારી અને યુવતી વચ્ચે મુલાકાતનો સિલસિલો યથાવત રહ્યો હતો. પરંતુ વેપારી એક દિવસ યુવતીના ઘરે જતાં તે જ સમયે અચાનક એક વ્યક્તિ ઘરમાં ઘૂસીને વેપારી સાથે મારઝૂડ કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ ગત તા. 1 ઓગસ્ટે ઇન્સ્ટાગ્રામ પર વેપારીને એક બ્લેકમેલ કરનારો મેસેજ આવ્યો હતો, જેમાં 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી વેપારીએ તે નંબર બ્લોક કરી નાખ્યો હતો.
જે બાદ વેપારીએ ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે યુવતી સહિત એક શખ્સની ધરપકડ બાદ પુછપરછ કરતાં આ મામલો હનીટ્રેપ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં યુવતીએ અગાઉથી ઘરમાં અન્ય શખ્સને છુપાવી રાખ્યો હતો. જેમાં યુવતી અને વેપારીના મિલાપ બાદ રૂપિયાની ખંડણી માટે વેપારીને જ ધમકી તેમજ બ્લેકમેલ કરવામાં આવ્યો હોવાની કબૂલાત આપી હતી.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ,...
3 Aug 2022 12:36 PM GMT
બૉર્ડર પર તૈનાત વીરોને રાખડી બાંધવા સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ...
9 Aug 2022 10:47 AM GMTભરૂચ: નર્મદા નિગમે 18 વર્ષથી 8 કરોડનું વળતર નહિ ચૂકવતાં અંતે કોર્ટે...
9 Aug 2022 10:42 AM GMTઅંકલેશ્વર : વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી, પાલિકા દ્વારા...
9 Aug 2022 10:33 AM GMTવડોદરા:જુગાર ધામ પર નકલી પોલીસની રેડ, પોતાને બચાવવા જુગારી નદીમાં...
9 Aug 2022 10:30 AM GMTભરૂચ : કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે દહેગામ ખાતે બ્રુડર...
9 Aug 2022 10:29 AM GMT